Home> Sports
Advertisement
Prev
Next

IPL 2019- મોટો લક્ષ્ય હોય તો મને ઉપર બેટિંગ કરાવવી જોઈએઃ આંદ્રે રસેલ

રોયલ ચેલેન્જર્સના હાથે 10 રનથી મળેલા પરાજય બાદ કોલકત્તા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલે કહ્યું કે, મોટા લક્ષ્યનો પીછો કરતા સમયે તેને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવો જોઈએ. 
 

IPL 2019- મોટો લક્ષ્ય હોય તો મને ઉપર બેટિંગ કરાવવી જોઈએઃ આંદ્રે રસેલ

કોલકત્તાઃ રોયલ ચેલેન્જર્સના હાથે 10 રનથી મળેલા પરાજય બાદ કોલકત્તા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલે કહ્યું કે, મોટા લક્ષ્યનો પીછો કરતા સમયે તેને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવો જોઈએ. બેંગલોરે આપેલા 214 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા માટે રસેલ (65) અને નીતીશ રાણા (અણનમ 85)ની સાથે મળીને માત્ર 48 બોલ પર 118 રનની ભાગીદારી કરી હતી. પરંતુ તેમ છતાં ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. 

fallbacks

રસેલે મેચ બાદ કહ્યું, જ્યારે તમે આ પ્રકારના મેચ હારો તો એક પ્રકારે ખાટ્ટુ-મીઠું લાગે છે. અમારા ખેલાડીઓએ ઘણો પ્રયત્ન કર્યો અને મેચને તે સ્થિતિમાં લઈ ગયા જ્યાં માત્ર બે મોટા શોટ્સની વાત હતી. પરંતુ અમે ઘણું શીખવા મળ્યું છે. 

IPL 2019: દિલ્હી અને પંજાબ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મજબૂત 

તેણે કહ્યું, ઈમાનદારીથી કહું તો હું ખુબ નિરાશ છું. અમે વચ્ચેની ઓવરોમાં રનોને રોકવામાં અસફળ રહ્યાં, ત્યાં અમે આરસીબીને 200ની અંદર રોકી દીધી હોત તો અમે આસાનીથી આ લક્ષ્યને હાસિલ કરવામાં સક્ષમ હતા. 

તે પૂછવા પર કે શું તમને લાગે છે કે, આવી સ્થિતિમાં તમારે નંબર-4 પર બેટિંગ કરવી જોઈએ, રસેલે કહ્યું, મારૂ માનવું છે કે ક્યારેક-ક્યારેક તમારે એક ટીમના રૂપમાં થોડું ફ્લેક્સિબલ રહેવું જોઈએ. 

મહિલાઓ પર ટિપ્પણી મામલે BCCIએ રાહુલ અને હાર્દિકને 20-20 લાખનો દંડ ફટકાર્યો

તેણે કહ્યું, ટીમની આ સ્થિતિને જોતા હું નંબર-4 પર બેટિંગ માટે ના ન પાડું. મારૂ માનવું છે કે બેટિંગ માટે મારા ક્રીઝ પર રહેવા પર મને આઉટ કરવા માટે વિરાટ કોહલી પોતાના સૌથી સારા બોલરને મોરચા પર લગાવત. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More