દુબઈ: ભારત અને હોન્ગકોન્ગની મેચથી જ્યારે શરૂ થઇ ત્યારે ક્રિકેટ પ્રેમિઓને આશા હતી કે આ મેચ એકતરફની મેચ હશે. આશા હતી કે ભારત રનનો પહાડ ઉભો કરી દેશે. પરંતુ હોન્ગકોન્ગે ભારતને જે રીતે ટક્કર આપી, તે કદાચ જ કોઇ ભૂલી શકે. હોન્ગકોન્ગે ભારતને ના મોટો સ્કોર બનાવવા દીધો અને ના તેમણે સરળતાથી હાર સ્વિકારી હતી. હોન્ગકોન્ગે હારતા પહેલા ભારતને કાંટાની ટક્કર આપી હતી.
ભારતે મંગળવારે હોન્ગકોન્ગને 26 રનથી હરાવ્યું હતું. આ પહેલા ભારતે 7 વિકેટ પર 285 રન બનાવ્યા હતા. ત્યારે સામે હોન્ગકોન્ગે 8 વિકેટ પર 259 રન બનાવ્યા હતા. આ જીતની સાથે ભારતે એશિયા કપના સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. આ ટૂર્નામેન્ટની સુપર-4ની ચારે ટીમ નક્કી થઇ ગઇ છે. આ ટીમમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. બીજી બાજુ શ્રીલંકા અને હોન્ગકોન્ગની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઇ છે.
હોન્ગકોન્ગની છેલ્લી વનડે મેચ
આઇસીસીએ હોન્ગકોન્ગને વનડે ટીમ નહીં રમવા દેવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે આ તેમની છેલ્લી વનડે મેચ હતી. હવે તેમને વનડે ટીમમાં રમવા ત્યારે જ મળશે, જ્યારે તેઓ તેમની રમતમાં સુધારો કરશે. તેમાં કેટલા વર્ષ લાગશે કે કોઇને ખબર નથી. પરંતુ આ તો નક્કી થઇ ગયું છે કે તેઓએ તેમની છેલ્લી મેચ રમીને સાબીત કરી દીધું કે તેઓ ઇન્ટરનેશનલ સર્કિટમાં જલ્દી પાછા આવશે.
આજ સાંજે 5 વાગે પાકિસ્તાન સામે જંગ
ભારતીય ટીમે હોન્ગકોન્ગ સામે જીતની 16 કલાક પછી ફરી મેદાન પર જોવા મળશે. અને તેની સામે હરીફ વિરોધી પાકિસ્તાન સાથે રમાવવાની છે. પાકિસ્તાનને હોન્ગકોન્ગને 116 રન પર ઓલાઉટ કર્યું અને ત્યારબાદ 8 વિકેટથી મેચ જીતી લીધી હતી. પરંતુ ભારતીય ટીમને જીતવા માટે ઘણો પ્રયાસ કરવો પડ્યો હતો.
પાકિસ્તાનની ટીમ ફ્રેસ અને ભારતીય ખેલાડીઓ થાકેલા
આ તો નક્કી છે કે જ્યારે બુધવારે પાકિસ્તાન અને ભારતીય ટીમ આમને-સામને હશે ત્યારે બંનેની સ્તિતિઓ ઘણી અલગ જોવા મળશે. પાકિસ્તાને હોન્ગકોન્ગ વચ્ચે રવિવારે મેચ રમાઇ હતી. એટલે કે બે દિવસના વિરામ બાદ મેચ પાકિસ્તાન મેચ રમવાની છે. જ્યારે ભારતને હોન્ગકોન્ગની સામે મેચ રમ્યાને બીજા દિવસે પાકિસ્તાન સામે મેચ રમવાની છે. પાકિસ્તાન-હોન્ગકોન્ગની મેચ 60.5માં પુરી થઇ ગઇ હતી. ભારત-હોન્ગકોન્ગ મેચ 100 ઓપર સુધી રમાઇ હતી. એટલે કે ભારતીય ટીમ, પાકિસ્તાનના ખેલાડીઓ સામે થાકેલી હોઇ શકે છે.
129માંથી 52 મેચ જીતી છે ભારત
ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 129 વખત વનડે મેચમાં આમને સામને આવી ચુક્યા છે. તેમાંથી ભારતે 52 મેચ જીતી ચુકી છે. એટલે કે પાકિસ્તાનની સામે તેમનો સક્સેસ રેટ 41.60 ટકા છે. પાકિસ્તાનના નામે ભારતની સામે 73 મેચ જીત દાખલ કરી છે. ચાર મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું. પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે 29 વખત મેચ રમાઇ ચુકી છે. ભારતીય ટીમ તેમાં માત્ર 11 મેચ જ જીતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે