Home> Sports
Advertisement
Prev
Next

Asia Cup 2018: આ પ્રકારે રહ્યો ભારત-અફઘાનિસ્તાન મેચની છેલ્લી ઓવરનો રોમાંચ

એશિયા કપ-2018ની સુપર-4માં દુબઇ આંતરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટાઇ થઇ હતી. છેલ્લી ઓવરમાં ટીમ ઇન્ડિયાને જીતવા માટે 7 રનની જરૂર હતી

Asia Cup 2018: આ પ્રકારે રહ્યો ભારત-અફઘાનિસ્તાન મેચની છેલ્લી ઓવરનો રોમાંચ

દુબઇ: એશિયા કપ-2018ની સુપર-4માં દુબઇ આંતરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટાઇ થઇ હતી. છેલ્લી ઓવરમાં ટીમ ઇન્ડિયાને જીતવા માટે 7 રનની જરૂર હતી અને ક્રીઝ પર રવીન્દ્ર જાડેજાની સાથે ખલીલ અહમદ હાજર હતા. પહેલા બોલ પર કોઇ રન મળ્યો ન હતો. આ પછી જાડેજાએ ફોર મારી અને 4 બોલમાં ત્રણ રનનો સ્કોર કર્યો હતો. જ્યારે ત્રીજા બોલ પર જાડેજાએ એક રન લીધો હતો પરંતુ પોતાની બીજી આંતરાષ્ટ્રીય મેચ રમી રહેલા ખલીલ અહમદ એક રન બનાવવામાં અસફળ રહ્યો હતો. જ્યારે છેલ્લા બે બોલમાં માત્ર એક રનની જરૂર હતી ત્યારે રાશિદ ખાનના બોલ પર જાડેજા મિડવિકેટ પર નજીબુલ્લાહના હાથમાં કેચ આપી દીધો અને મેચ ટાઇમાં પરિણામી હતી.

fallbacks

આ મેચમાં અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા મોહમ્મદ શહજાદે 124 અને મોહમ્મદ નબીએ 64ની ઇંનિગ રમી ભારતને 253 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમ 49.5 ઓવરમાં 252 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના કારણે મેચ ટાઇમાં સમાપ્ત થઇ હતી. રાયડૂ રાહુલની પછી ટીમ ઇન્ડિયા માટે કોઇપણ મોટી ભાગીદારી ન બનાવી શક્યા.

ભારત માટે લોકેશ રાહુલે 66 બોલની ઇંનિગમાં પાંચ ફોર અને એક સિક્સની મદદથી 60 રન બનાવ્યા હતા. અંબાતી રાયડૂએ 49 બોલમાં 57 રનની ઇંનિગમાં ચાર ફોર અને ચાર સિક્સ મારી હતી. દિનેશ કાર્તિકે 44 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરોમાં 25 રન અને કેદાર જાધવે 18 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે આફતાબ આલમ, મોહમ્મદ નબી અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધા હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાના ત્રણ ખેલાડીઓ રન આઉટ થયા હતા. તેમાં કેદાર જાઘવ, કુલદીપ યાદવ અને સિદ્ધાર્થ કૌલ શામેલ હતા. આ ઉપરાંત કેપ્તાન એમએસ ધોની અને મનીષ પાંડે માત્ર 8-8 રન બનાવીને આઉટ થઇ ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More