દુબઈઃ દુનિયાભરના ક્રિકેટ ફેન્સ આ સમયે 27 તારીખથી શરૂ થઈ રહેલા એશિયા કપની રાહ જોઈ રહ્યાં છે. એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની છે. આ મેચમાં બધાની નજર વિરાટ કોહલી પર હશે. વિરાટ લાંબા સમયથી ફોર્મમાં નથી પરંતુ એશિયા કપ પહેલા લાગી રહ્યું છે કે આ દિગ્ગજ બેટરે પોતાનું ફોર્મ પરત મેળવી લીધુ છે.
ફોર્મમાં આવી ગયો કોહલી
વિરાટ કોહલી એશિયા કપ પહેલા કમાલના ફોર્મમાં જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ ફરી વાપસી કરી રહેલ વિરાટ કોહલી પાસે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને ઘણી આશા છે. વિરાટ પાકિસ્તાન વિરુદ્ધ મુકાબલા પહેલા નેટમાં ધમાલ મચાવી રહ્યો છે. વિરાટે ચહલ અને જાડેજા જેવા સ્પીનરોના બોલ પર આક્રમક શોટ્સ ફટકાર્યા છે. એશિયા કપ પહેલા લાગી રહ્યું છે કે કોહલી પોતાના જૂના ફોર્મમાં પરત આવી ગયો છે. જો વિરાટ સારા ફોર્મમાં હશે તો તે પાકિસ્તાન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
Virat kohli looking to take on the spinners almost immediately. pic.twitter.com/IKV8BnLZho
— Shashank Kishore (@captainshanky) August 24, 2022
ટીમ ઈન્ડિયાનો દમદાર રેકોર્ડ
એશિયા કપમાં ભલે લોકોનું ધ્યાન ભારત અને પાકિસ્તાનના મુકાબલા પર હોય. પરંતુ આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા હંમેશા અન્ય પર ભારે પડી છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં સાત વખત જીતી છે. તો બીજા નંબરે શ્રીલંકાની ટીમ આવે છે, જેણે પાંચ વખત આ ટ્રોફી ઉઠાવી છે. પાકિસ્તાન બે વખત એશિયા કપ જીતવામાં સફળ રહ્યું છે. આ સિવાય બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ક્યારેય એશિયા કપ જીતી શક્યા નથી.
આ પણ વાંચોઃ ખરાબ ફોર્મ... આલોચકોને જવાબ, તમામ મુદ્દા પર પ્રથમવાર ખુલીને બોલ્યો વિરાટ કોહલી
એશિયા કપ માટે ભારતની ટીમ:
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને આવેશ ખાન.
રિઝર્વ ખેલાડીઃ શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચાહર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે