Home> Sports
Advertisement
Prev
Next

Asia Cup: પાકિસ્તાની ક્રિકેટરે ચાલુ મેચમાં આ શું કર્યું? મોટું પરિણામ ભોગવવું પડશે! ક્રિકેટ ચાહકો જોઈને જ સ્તબ્ધ

Asia Cup 2022: પાકિસ્તાન એશિયા કપ ટી20 ટુર્નામેન્ટની સુપર ફોર મેચમાં બુધવારે અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોંચી ગયું. આ મેચમાં એક એવી બબાલ મચી કે જેના કારણે મેદાન પર બંને ટીમોના ખેલાડી પરસ્પર ભીડી ગયા અને ખુબ હંગામો મચી ગયો. રમતના મેદાનમાં આ રીતની ઘટના ખુબ શરમજનક કહેવાય.

Asia Cup: પાકિસ્તાની ક્રિકેટરે ચાલુ મેચમાં આ શું કર્યું? મોટું પરિણામ ભોગવવું પડશે! ક્રિકેટ ચાહકો જોઈને જ સ્તબ્ધ

Asia Cup 2022: પાકિસ્તાન એશિયા કપ ટી20 ટુર્નામેન્ટની સુપર ફોર મેચમાં બુધવારે અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોંચી ગયું. આ મેચમાં એક એવી બબાલ મચી કે જેના કારણે મેદાન પર બંને ટીમોના ખેલાડી પરસ્પર ભીડી ગયા અને ખુબ હંગામો મચી ગયો. રમતના મેદાનમાં આ રીતની ઘટના ખુબ શરમજનક કહેવાય. પાકિસ્તાની ક્રિકેટરની આ ઘટના પર ક્રિકેટ ચાહકો ફિટકાર વરસાવી રહ્યા છે. 

fallbacks

આસિફ અલીએ અફઘાની બોલર સાથે કરી આ હરકત
બન્યું એવું કે 19મી ઓવરના પાંચમા બોલ પર પાકિસ્તાની બેટર આસિફ અલી અફઘાની બોલર ફરીદ અહેમદના બોલ પર મોટો શોટ ફટકારવાના ચક્કરમાં કેચ આઉટ થઈ ગયો. અફઘાની બોલર ફરીદ અહેમદે ત્યારબાદ આસિફ અલી તરફ આક્રમક અંદાજમાં જશ્ન મનાવ્યો. ત્યારબાદ ફરીદ અહેમદના અંદાજથી ગુસ્સે ભરાઈને પાકિસ્તાની બેટર આસિફ અલીએ પહેલા તો બોલરને જોરથી ધક્કો માર્યો અને ત્યારબાદ તેને પોતાનું બેટ પણ દેખાડ્યું. આસિફ અલીએ બેટ ઉઠાવ્યું તો અફઘાનિસ્તાનના અન્ય ખેલાડીઓએ વચ્ચે પડીને તેને રોક્યો. 

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનની આ જીત સાથે જ ભારતીય ટીમની ફાઈનલમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઈ ગઈ. પાકિસ્તાનને જીત માટે મળેલો 130 રનનો લક્ષ્યાંક ટીમે 19.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને મેળવી લીધો. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 129 રન કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More