Home> Sports
Advertisement
Prev
Next

એશિયન ગેમ્સ 2018: જાણો કોણ છે નીરજ ચોપડા, જે 572 ભારતીય ખેલાડીઓની કરશે આગેવાની

ભારતીય દળના 572 ખેલાડીઓમાંથી ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાને નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નીરજ ઉદ્ઘાટન કાર્યક્રમમાં દેશનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો હાથમાં  લઈને ભારતીય દળની આગેવાની કરતો જોવા મળશે. 

 એશિયન ગેમ્સ 2018: જાણો કોણ છે નીરજ ચોપડા, જે 572 ભારતીય ખેલાડીઓની કરશે આગેવાની

નવી દિલ્હીઃ 18મી એશિયન ગેમ્સ આજે (18 ઓગસ્ટ)થી ઈન્ડોનેશિયાની ધરતી પર શરૂ થઈ રહી છે. ભારતીય ખેલાડીઓે એપ્રિલમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત રાષ્ટ્રમંડળ ગેમ્સમાં શાનદાર સફળતા મેળવી હતી. દેશને આશા છે કે ચાર વર્ષમાં એકવાર યોજાનારી એશિયન ગેમ્સમાં ઉતરનારા ભારતીય ખેલાડીઓ તે સફળતા ફરી મેળવશે. 

fallbacks

નીરજ કરશે 572 ખેલાડીઓની આગેવાની
ભારતીય દળના 572 ખેલાડીઓમાંથી ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાને નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નીરજ ઉદ્ઘાટન કાર્યક્રમમાં દેશનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો હાથમાં લઈને ભારતીય દળની આગેવાની કરતો જોવા મળશે. આ ગેમ્સની આગેવાની માટે નીરજને તે માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે તેણે આ વર્ષે એપ્રિલમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તે આ ગેમ્સમાં મેડલનો પ્રબળ દાવેદાર છે. 

ભારતના ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ કહ્યું કે, તે શનિવારથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રયત્ન કરશે. 

fallbacks

નીરજના નામે છે વિશ્વ જૂનિયર રેકોર્ડ
ભારતીય ભાલા ફેંક ખેલાડીઓની વાત કરવામાં આવી તો નીરજના નામે વિશ્વ ચેમ્પિયનશિપ સ્તર પર એથલેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારા અંજૂ બોબી જોર્જની બાદ આવે છે. નીરજે 2016માં આઇએએએફ યૂ 20 વિશ્વ ચેમ્પિયનશિપનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ સફળતાને હાસિલ કર્યા બાદ નીરજે ત્યારબાદ વિશ્વ જૂનિયર રેકોર્ડ પણ જીત્યો. 2017માં નીરજે 85.23 મીરટ સુધી ભાલો ફેંકી 2017 એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

ભારતીય દળનું નેતૃત્વ કરવું ગર્વની વાત-નીરજ
ભારતના ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ કહ્યું કે, તે શનિવારથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરશે. નીરજે કહ્યું, ભારતીય દળનું નેતૃત્વ કરવું અને આટલી મોટી ટૂર્નામેન્ટમાં દેશનો ઝંડો હાથમાં લેવો તે ગર્વની વાત છે. જ્યાં સુધી એશિયન ગેમ્સમાં મારા પ્રદર્શનની વાત છે તો હું કહેવા ઈચ્છું કે હું કોઇ મેડલ વિશે વિચારતો નથી, હું ઈચ્છું છું કે મારૂ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More