Home> Sports
Advertisement
Prev
Next

Asian Games 2018 : સેલિંગમાં ભારતે જીત્યા 3 મેડલ, એક સિલ્વર અને 2 બ્રોન્ઝ

આ સાથે ભારતના કુલ મેડલ થયા 59, જેમાં 13 ગોલ્ડ, 21 સિલ્વર અને 25 બ્રોન્ઝનો સમાવેશ થાય છે

Asian Games 2018 : સેલિંગમાં ભારતે જીત્યા 3 મેડલ, એક સિલ્વર અને 2 બ્રોન્ઝ

જકાર્તા. ભારતની વર્ષા ગૌતમ અને શ્વેતા શેરવેગરે 18મા એશિયન રમતોત્સવમાં શુક્રવાર (31 ઓગસ્ટ)ના રોજ મહિલાઓની 49 એફ એક્સ સેલિંગ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ કુલ 44 પોઈન્ટ સાથે સિલ્વર જીત્યો છે. સિંગાપોરની લિમ મિન કિંબ્રલી અને રૂઈની સેસલાએ 15 પોઈન્ટ સાથે ગોલ્ડ જીત્યો હતો. આ ઈવેન્ટમાં થાઈલેન્ડની જોડીને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. હર્ષિતા તોમરે પોતાના નામે બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. 

fallbacks

વર્ષા ગૌતમ(20 વર્ષ) અને શ્વેતા શેરવેગર (27 વર્ષ)ની વયની છે. હર્ષિતા તોમરે લેઝર 4.7 ઓપન સેલિંગમાં સિલ્વર મેડલ માટે ઉતરી હતી. જેમાં તેણે પોતાના નામે બ્રોન્ઝ મેડલ કર્યો હતો. હર્ષિતા એશિયન રમતોત્સવમાં મેડલ જીતનારી મધ્ય પ્રદેશની સૌથી યુવાન ખેલાડી છે. તેની ઉંમર 16 વર્ષની જ છે. ફિલ્મ અભિનેત્રી પ્રિતી ઝિન્ટાએ પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલ દ્વારા સેલિંગમાં મેડલ જીતનારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. 

આ ઈવેન્ટમાં ગોવિંદ બૈરાગી ચોથા નંબરે રહી. બૈરાગીની ઉંમર 17 વર્ષની છે. હર્ષિતાએ નેટ પોઈન્ટ 62 અને બૈરાગીએ 67 બનાવ્યા હતા. લેઝર 4.7 ઓપન સેલિંગમાં મલેશિયાની કમાન શાહે ગોલ્ડ અને ચીનના જિન જિયોંગ વેંગે સિલ્વર મેડલ જીત્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ભારતના વરૂણ અશોક ઠક્કર અને ગણપતિ કેલાપંડા ચેંગપ્પાએ 18મા એશિયન રમતોત્સવમાં પુરુષોની 49 ઈઆર સેલિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વરૂણ ઠક્કર અશોક અને ચેંગપ્પા ગણપતિ કેલપંડાએ 49 ઈઆઈર પુરુષ ઈવેન્ટની રેસ 15 પછી કુલ 53ના સ્કોર સાથે બ્રોન્ઝ જીત્યો હતો. 

પૂર્વ સ્વિમર હર્ષિતાએ મેડલ જીત્યા બાદ જણાવ્યું કે, દેશ માટે મેડલ જીતવાનો આનંદ હું વર્ણવી શકું એમ નથી. મને અહીં ઘણું બધું શીખવા મળ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More