Home> Sports
Advertisement
Prev
Next

એશિયન ગેમ્સ 2018: 200 મીટરની બટરફ્લાઇ સ્પર્ધાના ફાઇનલમાં સજન પ્રકાશ

ફાઇનલ યાદીમાં જાપાનના સેતો દેયા (એક મીનિટ અને 57.23 સેકેન્ડ)ને પ્રથમ અને તેમના હમવતન હોરોમુરા નાઓ (એક મીનિટ અને 58.06 સેકેન્ડ) બીજા નંબર પર આવ્યા છે.

એશિયન ગેમ્સ 2018: 200 મીટરની બટરફ્લાઇ સ્પર્ધાના ફાઇનલમાં સજન પ્રકાશ

જકાર્તા: ભારતીય સ્વિમર સજન પ્રકાશે રવિવારે (19 ઓગસ્ટ) સારૂ પ્રદર્શન કર્યું હતું. 18મી એશિયન ગેમ્સમાં પુરૂષોની 200 મીટર બટરફ્લાઇ સ્પર્ધામાં સજને પોતાની જગ્યા બનાવી લીધી છે. સજન આ સ્પર્ધામાં ભાગ લેનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે અને છેલ્લી યાદીમાં તે ત્રીજા સ્થાન પર છે. ભારતીય સ્વિમર સજને હીટ-3માં 1 મીનિટ અને 58.12 સેકેન્ડનો સમય લગાવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને છેલ્લી યાદીમાં ક્વોલીફાઇ થવા માટે ટોપ-8માં સ્થાન મેળવ્યું છે.

fallbacks

ફાઇનલ યાદીમાં જાપાનના સેતો દેયા (એક મીનિટ અને 57.23 સેકેન્ડ)ને પ્રથમ અને તેમના હમવતન હોરોમુરા નાઓ (એક મીનિટ અને 58.06 સેકેન્ડ) બીજા નંબર પર આવ્યા છે.

fallbacks

 

 

પુરૂષોની યુગલ સ્કલ્સ હીટ્સમાં ઓમ પ્રકાશ અને સ્વર્ણ સિંહ પણ ફાઇનલમાં પહોંચી ગયા છે.

 

 

100 મીટર બેકસ્ટ્રોક સ્પર્ધામાં ફાઇનલમાં નટરાજ
ભારતના 17 વર્ષીય સ્વિમર શ્રીહરી નટરાજે સારી શરૂઆત કરી પુરૂષોની 100 મીટર બેકસ્ટ્રોક સ્પર્ધાના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. નટરાજે હીટ-1માં પ્રથમ સ્થાન છે જ્યારે છેલ્લી યાદીમાં 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જોકે, આ સ્પર્ધામાં એક અન્ય ભારતીય સ્વિમર મણી અરવિંદ ફાઇનલથી બહાર થઇ ગયો છે.

200 મીટર ફ્રિસ્ટાઇલ ફાઇનલમાંથી બહાર થયો સૌરભ
ભારતીય પુરૂષ સ્વિમર સૌરભ સાંગવેકરે અશિયન ગેમ્સમાં રવિવારે પુરૂષોની 200 મીટર ફ્રિસ્ટાઇલ સ્વિમીંગ સ્પર્ધામાં હીટ-1માં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેના કારણે તેને બધી હીટોંમાં થયેલી સ્પર્ધામાં 24માં સ્થાન પ્રાપ્ત થયું છે. એવામાં તે ફાઇનલ સ્પર્ધામાંથી બહાર થઇ ગઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More