Home> Sports
Advertisement
Prev
Next

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલિસ્ટ સ્વપ્ના બર્મનને મળ્યા સાત જોડી સ્પેશિયલ બુટ

સ્વપ્ના તે સમય ચર્ચાઓમાં આવી હતી જ્યારે તેણે ઓગસ્ટમાં એશિયન ગેમ્સમાં 7 ભાગની સ્પર્ધામાં કુલ 6,026 પોઇન્ટ હાંસલ કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલિસ્ટ સ્વપ્ના બર્મનને મળ્યા સાત જોડી સ્પેશિયલ બુટ

નવી દિલ્હી: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપનારી ભારતની પ્રથમ હેપ્ટાથલીટ સ્વપ્ના બર્મનને એડિડાસે સાત સ્પર્ધા માટે અલગ-અલગ બુટ આપ્યા છે. રમત સામગ્રી બનાવનારી કંપની એડિડાસે સ્વપ્નાની સાથે એક કરાર કર્યો છે. સ્વપ્નાના બંને પગમાં 6-6 આંગળીઓ છે અને આ કારણે તેના માટે બનાવવામાં આવતા બુટ પણ સ્પેશિયલ હશે. જે તેના પગને પુરૂ સમર્થન આપશે.

fallbacks

એડિડાસે સ્વપ્નાની મુશ્કેલીઓને દૂર કરવા માટે ભારતમાં તેમના અધિકારીઓ અને જર્મનીમાં તેમના મુખ્યકાર્યાલયમાં એથલીટ સેવાઓ લેબની સાથે ગત બે મહિનાઓથી કામ કરી રહ્યાં છે. કંપનીએ સ્વપ્નાના પગનું માપ લીધા બાદ તેના માટે સ્પેશિયલ બુટ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીને ચર્ચામાં આવી હતી સ્વપ્ના
પશ્ચિમ બંગાળમાં વસવાટ કરીત સ્વપ્ના તે સમય ચર્ચાઓમાં આવી હતી જ્યારે તેણે ઓગસ્ટમાં એશિયન ગેમ્સમાં 7 ભાગની સ્પર્ધામાં કુલ 6,026 પોઇન્ટ હાંસલ કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ રહ્યું હતું. તેને તે દરમિયાન માત્ર નાણાની મુશ્કેલીઓને પાર કરી, આ સાથે તેણે તેના બંને પગની 6-6 આગળીઓની મુશ્કેલીને પણ દૂર કરવામાં આવી હતી.

fallbacks

સ્વપ્નાને પ્રયોગશાળામાં બોલાવી તેના પગનું માપ લીધુ
સ્વપ્નાએ હાલમાં જર્મનીમાં એડિડાસના ખેલાડી સેવા પ્રયોગશાળાની મુલાકાત લિધી હતી. જ્યાં તેને પગનું માપ લેવામાં આવ્યું હતું. સ્વપ્નાએ એડિડાસ સાથે કરાર કર્યા બાદ, એડિડાસ પરિવારની સાથે જોડાવવું તે સન્માનની વાત છે. મારુ સપનું ઓલોમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતવાનું હતું. આ સપનાને પુરા કરવા માટે તેણે ઘણી મહેનત કરી સહી છું. મને વિશ્વાસ છે કે એડિડાસ ના સહયોગથી હું એક એથલીટના રીતમાં હું મારા પ્રદર્શનમાં અને વધારો સુધારો કરી શકીશ.

એડીડાસ ઇન્ડિયાની વરિષ્ઠ માર્કેટિંગ ડિરેક્ટર સિએન વેન વાઇકે કહ્યું, એડિડાસનું માનવું છે કે રમતના માધ્યમથી અમારી પાસે લોકોની જિંદગી બદલવાની શક્તિ છે. સ્વપ્ના તેનું એક સારૂ ઉદાહરણ છે. એડીડાસ પરિવાર સાથે જોડાવવા પર અમે સ્વપ્નાનું સ્વાગત કરીએ છે.

ઓલમ્પિક માટે ટોપ્સ સ્કીમમાં શામેલ સ્વપ્ના
સ્વપ્નાને ગત સપ્ટેમ્બરમાં સરકારની ટોપ્સ સ્કીમમાં શામેલ કરવામાં આવી હતી. ટોપ્સ સ્કીમમાં તે ખેલાડીઓને શામેલ કરવામાં આવે છે, જે ઓલમ્પિકમાં મેડલ જીતી શકે છે. પગમાં 6-6 આંગળીઓના કારણે સ્વપ્નાને સામાન્ય બુટ પહેરવામાં મુશ્કેલી થતી હતી. અને દોડવામાં તાથા રમવાથી તેની મુશ્કેલી વધી જતી હતી. તે ઘણીવાર પીડા સાથે સંઘર્ષ કરે છે. એશિનય ગેમ્સમાં મેડલ જીત્યા બાદ તેણે તેની પીડા વિશે જણાવ્યું હતું.
(ઇનપુટ આઇએએનએસ/ભાષા)

સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More