Home> Sports
Advertisement
Prev
Next

KL Rahul Birthday: અથિયા શેટ્ઠીએ કહ્યું 'તારી સાથે ગમે ત્યાં, હેપી બર્થ ડે'; કેએલ રાહુલે આપ્યું આ રિએક્શન

Athiya Shetty Wishes KL Rahul Happy Birthday: કેએલ રાહુલ આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રાહુલની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટીએ તેને વિશ કરી છે. તેના પર કેએલ રાહુલે દિલને ટચ કરતું રિએક્શન આપ્યું છે.

KL Rahul Birthday: અથિયા શેટ્ઠીએ કહ્યું 'તારી સાથે ગમે ત્યાં, હેપી બર્થ ડે'; કેએલ રાહુલે આપ્યું આ રિએક્શન

Athiya Shetty Wishes KL Rahul Happy Birthday: કેએલ રાહુલે આખી દુનિયામાં પોતાની બિટિંગના દમ પર અલગ જ સ્થાન મેળ્યું છે. તે આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કેએલ રાહુલ તેની ક્લાસિક બેટિંગ માટે ફેમસ છે. તેના બર્થડે પર અથિયા શેટ્ટીએ તેને વિશ કરી છે, જેના પર કેએલ રાહુલે પોતાનું રિએક્શન આપ્યું છે.

fallbacks

અથિયા શેટ્ટીએ કરી વિશ
અથિયા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી કેએલ રાહુલ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં અથિયા શેટ્ટી અને રાહુલ ખુબ જ સારા લાગી રહ્યા છે. મેસેજમાં અથિયા શેટ્ટીએ લખ્યું કે 'તારી સાથે ગમે ત્યાં, હેપી બર્થ ડે'. કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. હવે બંનેની રિલેશનશિપ ઓપન છે. અથિયા શેટ્ટી સ્ટેડિમયમાં રાહુલ માટે ચીયર કરતા પણ જોવા મળી છે.

કેએલ રાહુલે આપ્યું આ રિએક્શન
કેએલ રાહુલએ અથિયા શેટ્ટી દ્વારા શેર કરવામાં આવેલા ફોટો પર કોમેન્ટ કરી છે. તેણે લખ્યું- લવ યુ. અથિયાએ રાહુલ સાથેની ત્રણ ફોટો શેક કરી છે. પહેલા ફોટોમાં અથિયાને રાહુલને ગળે મળતા જોઈ શકો છો. બીજા ફોટોમાં બંને જંગલ વચ્ચે બનેલા રસ્તા પર ફરતા જોઈ શકો છે. ત્રીજા ફોટોમાં કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી એકબીજાની નજીક દેખાઈ રહ્યા છે. આ ફોટોમાં બંને વચ્ચે ખુબ જ સારું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

fallbacks

આઇપીએલમાં મારી સદી
કેએલ રાહુલ ખુબજ શાનદાર ફોર્મમાં છે. IPL 2022 માં તે લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન છે. રાહુલની આગેવાનીમાં લખનઉ ટીમ ખુબજ સારું પ્રદર્શન કરી રહી છે. કેએલ રાહુલ આઇપીએલ 2022 માં ઘણા રન બનાવી રહ્યો છે. તેણે મુંબઇ ઇન્ડિયન્સની સામે સદી ફટકારી હતી. રાહુલે 60 બોલમાં 103 રનની ઇનિંગ રમી હતી. લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં તે ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More