Home> Sports
Advertisement
Prev
Next

DDCAની સીનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ બન્યા અતુલ વાસન

51 વર્ષના અતુલ વાસનની દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)ની સીનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે. 

DDCAની સીનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ બન્યા અતુલ વાસન

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર 51 વર્ષના અતુલ વાસનની દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)ની સીનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે. 2019-20 સિઝનમાં વાસનની અધ્યક્ષતા વાળી સમિતિમાં અનિલ ભારદ્વાજ અને વિનીત જૈન બે અન્ય સભ્ય હશે. 

fallbacks

વાસનને આ પહેલા કેટલિક કથિત જાહેરાત સંબંધી ફરિયાદો બાદ 2016મા સમિતિના ચેરમેન પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ તે 2017-2018 સિઝનમાં ફરીથી તેના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

આ વચ્ચે મયંક તહલાનની ડીડીસીએની જૂનિયર (U-19 / U-16 / U-14 ઉંમર વર્ગ) પસંદગી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં ચેતન શર્મા અને પ્રદીપ ચાવલા પણ સભ્ય તરીકે સામેલ છે. 

આફ્રિકા-એ વિરુદ્ધ વનડે સિરીઝ માટે ભારતીય-એ ટીમની જાહેરાત, વિજય શંકરની વાપસી 

મંગળવારે ડીડીસીએએ જાહેરાત કરી હતી કે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમને હવે અરૂણ જેટલીના નામથી ઓળખવામાં આવશે. તેનું નવુ નામકરણ 12 સપ્ટેમ્બરે એક સમારોહમાં કરવામાં આવશે. 

ફિરોઝશાહ કોટલાના એક સ્ટેન્ડનું નામ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવશે, જેની પહેલા જાહેરાત કરવામાં આવી હતી. ડીડીસીએ ટ્વીટર પર સ્ટેડિયમનું નામ બદલવાની જાણકારી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More