નવી દિલ્હીઃ Austraila Tour Of India: ઓસ્ટ્રેલિયાની ટીમ આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારતના પ્રવાસે આવશે. આ પ્રવાસ પર બંને ટીમો વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ ટેસ્ટ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને જોતા ટીમ ઈન્ડિયા માટે ખુબ મહત્વની રહેવાની છે. આ સિરીઝની મેચ એક એવા સ્ટેડિયમમાં રમાશે જ્યાં છેલ્લા 5 વર્ષથી એક ટેસ્ટ મેચ રમાઈ નથી, તો એક ડે-નાઇટ ટેસ્ટ મેચ પણ જોવા મળશે.
આ મેદાન પર પાંચ વર્ષ બાદ ટેસ્ટ રમાશે
ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીને પાંચ વર્ષ કરતા વધુ સમય બાદ ટેસ્ટ મેચની યજમાની મળી શકે છે. બાકી ત્રણ ટેસ્ટ મેચની યજમાનીને જે મેદાનોને પસંદ કરી શકાય છે, તેમાં અમદાવાદ, ધર્મશાળા અને ચેન્નઈ સામેલ છે. ભારતીય ક્રિકેટ બોર્ડના રોટેશન ફોર્મ્યુલા અનુસાર દલ્હીને ટેસ્ટ મેચની યજમાની મળતી નક્કી છે. દિલ્હીમાં અંતિમ ટેસ્ટ મેચ શ્રીલંકા વિરુદ્ધ ડિસેમ્બર 2017માં રમાઈ હતી. આ સિરીઝ ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે ભારત માટે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ ચાર મેચ હશે.
આ પણ વાંચોઃ IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સે કરી મોટી જાહેરાત, આ ખેલાડી સંભાળશે ટીમની કમાન
ટીમ ઈન્ડિયાએ 4-0થી જીત મેળવવી જરૂરી
ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાના 4-0થી હરાવવું પડશે, જે રોહિત શર્માની આગેવાની ટીમ માટે પડકારજનક હશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પરંપરાગત રૂપથી ચાર ટેસ્ટ મેચોની સિરીઝ રમાઈ રહી છે. પરંતુ 2024થી શરૂ થનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના આગામી ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમમાં આ પાંચ મેચોની સિરીઝ હશે.
બીસીસીઆઈના અધિકારીએ આપી મોટી જાણકારી
બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ ગોપનીયતાની શરત પર પીટીઆઈને કહ્યું- દિલ્હીને ચાર ટેસ્ટ મેચમાંથી બીજી ટેસ્ટ મેચની યજમાની મળી શકે છે. પ્રવાસ તથા કાર્યક્રમ સમિતિની બેઠક બાદ મુખ્ય કાર્યક્રમ સામે આવશે. ધર્મશાળા જેણે માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટની યજમાની કરી હતી, તેને આગામી સિરીઝમાં ત્રીજી ટેસ્ટની યજમાની મળી શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટનું આયોજન થઈ શકે છે. હજુ તે નિર્ણય લેવાનો બાકી છે કે આ ચાર ટેસ્ટ મેચમાં કઈ મેચ ડે-નાઇટ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે