મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડના પ્રસ્તાવિત પ્રવાસ માટે ગુરૂવારે 26 સભ્યોની સંભવિત ટીમની પસંદગી કરી છે, જેમાં ગ્લેન મેક્સવેલ અને ઉસ્માન ખ્વાજા જેવા ખેલાડીઓ સિવાય ટી20 વિશ્વ કપને ધ્યાનમાં રાખતા કેટલાક નવા ચહેરાઓને પણ સામેલ કરવમાં આવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ ટીમની જાહેરાત કરતા કોવિડ-19 મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની તેની કવાયતો માટે તેને એક સકારાત્મક પગલું ગણાવ્યું છે.
ઈંગ્લેન્ડની ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમી રહી છે, જેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી પણ થઈ છે. સીએએ નિવેદનમાં કહ્યું, આ પ્રવાસને લઈને હજુ અંતિમ નિર્ણય લેવાનો છે તથા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ), ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) અને સંબંધિત સરકારી એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
JUST IN: Australia have named a huge 26-man group with an eye on a UK tour.
DETAILS: https://t.co/xNpOVT732I pic.twitter.com/umGMvbavbT
— cricket.com.au (@cricketcomau) July 16, 2020
આ પ્રવાસની ખાતરી થયા બાદ અંતિમ ટીમની પસંદગી કરવામાં આવશે. સંભવિત ટીમમાં નિયમિત ખેલાડીઓ સિવાય મેક્સવેલ પણ સામેલ છે, જેણે પાછલા વર્ષે ઓક્ટોબરથી પોતાની દેશ માટે કોઈ મેચ રમી નથી. તેણે માનસિક સ્વાસ્થ્યને કારણે વિશ્રામ લીધો હતો. ખ્વાજા પણ છેલ્લા કેટલાક સમયથી સીમિત ઓવરોનો પસંદગીનો ખેલાડી રહ્યો નથી. તેને આ વર્ષે એપ્રિલમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમવાર સીએના કોન્ટ્રાક્ટ ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું નથી.
રાષ્ટ્રીય પસંદગીકાર ટ્રેવર હોન્સે કહ્યું કે, આ ટીમ માત્ર ઈંગ્લેન્ડના પ્રવાસ માટે નહીં, પરંતુ ટી20 વિશ્વકપને ધ્યાનમાં રાખીને પણ પસંદ કરવામાં આવી છે. કોવિડ-19 મહામારીને કારણે ટી20 વિશ્વકપ સ્થગિત થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, આ સંભવિત ટીમ આગામી આઈસીસી ટી20 વિશ્વકપ અને 2023માં રમાનાર આઈસીસી વિશ્વકપને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવી છે.
ટીમમાં ડેનિયલ સેમ્સ, રિલે મેરેડિથ અને જોશ ફિલિપના રૂપમાં નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા છે. આ ત્રણેયે બિગ બેશ લીગમાં સારૂ પ્રદર્શન કર્યું હતું.
સંભવિત ટીમ આ પ્રકારે છેઃ
સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, એરોન ફિન્ચ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, બેન મૈકડરમોટ, રિલે મેરેડિથ, માઇકલ નેસર, જોશ ફિલિપ, ડેનિયલ સેમ્સ, ડાર્સી શોર્ટ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્રયૂ ટાઈ, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે