Home> Sports
Advertisement
Prev
Next

Women's World Cup 2022: ઓસ્ટ્રેલિયા 7મી વાર બની વર્લ્ડ ચેમ્પિયન, ઇગ્લેંડને 71 રને ધૂળ ચટાડી

ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેંડની હરાવી આઇસીસી મહિલા વર્લ્ડકપ 2022 નો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેંડને 71 રનથી માત આપી છે. ઇગ્લેંડની હારનું કારણ તેના બેટ્સમેન વચ્ચે ભાગીદારી બનાવી ન શક્યા હોવાનું છે. 

Women's World Cup 2022: ઓસ્ટ્રેલિયા 7મી વાર બની વર્લ્ડ ચેમ્પિયન, ઇગ્લેંડને 71 રને ધૂળ ચટાડી

ક્રાઇસ્ટચર્ચ: ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેંડને 71 રનથી હરાવીને સાતમી વાર આઇસીસી મહિલા વનડે વર્લ્ડકપનો ખિતાબ જીતી લીધો. ઓસ્ટ્રેલિયાની આખી ટૂર્નામેન્ટમાં શાનદાર રમત રમી. ઇગ્લેંડની કેપ્ટન હીથર નાઇટે ટોસી જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાએ બેટીંગ કરતાં ઇગ્લેંડ ટીમને જીતવા માટે 357 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો. 

fallbacks

બોલરોએ કરી કમાલ
357 રનનો પીછો કરવા ઉતરેલી ઇગ્લેંડ ટીમ ક્યારેય લયમાં જોવા મળી નહી. ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી. ઇગ્લેંડ માટે નેટ સેવિયરે 148 રનની ઇનિંગ રમી, પરંતુ તે પણ પોતાની ટીમને જીત અપાવી શકી નહી. આ ઉપરાંત કોઇપણ અન્ય બેટ્સમેન 30 રન સુધી પહોંચી શક્યા નહી અને છેલ્લે આખી ટીમ 43.4 ઓવરમાં 285 રન પર આઉટ થઇ ગઇ. ઓસ્ટ્રેલિયા માટે એલાના કિંગએ ખતરનાક બોલીંગ કરતાં 3 વિકેટ પ્રાપ્ત કરી. 

 

ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો વિશાળ સ્કોર
ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટીંગ કરતાં 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. એલિસા હેલીએ 41 રનના સ્કોર પર મળેલા જીવતદાનનો શાનદાર ફાયદો ઉઠાવીને 138 બોલ પર 26 ચોગ્ગાની મદદથી 170 રન બનાવ્યા. તેમણે પોતાની ઓપનિંગ જોડી રાચેલ હેન્સ (93 બોલમાં 68) સાથે પહેલી વિકેટ માટે 160 રન અને બેથ મૂની (47 બોલમાં 62)ની સાથે બીજી વિકેટ માટે 156 રનની ભાગીદારી કરી. ઓસ્ટ્રેલિયા તરફથી લેગ સ્પિનર એલના કિંગે 64 રન આપીને ત્રણ જ્યારે સ્પિનર જેસ જોનાસેનએ 57 રન આપીને ત્રણ વિકેટ લીધી. ફાસ્ટ બોલર મેગાન શટે 42 રન આપીને બે વિકેટ પ્રાપ્ત કરી. 

એલિસા હેલીએ બનાવ્યો આ રેકોર્ડ 
ઓસ્ટ્રેલિયાઇ એલિસા હેલીએ પુરૂષ અને મહિલા કપની ફાઇનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો નવો રેકોર્ડ પણ બનાવ્યો. ત્યારબાદ એડમ ગિલક્રિસ્ટ (149, વર્લ્ડકપ 2007)  રિકી પોટિંગ (140, વર્લ્ડકપ 2003) અને વિવ રિચર્ડ્સ (138 વર્લ્ડકપ 1979) નો નંબર આવે છે.  

ઇગ્લેંડની ખરાબ શરૂઆત રહી ઇગ્લેંડની બંને ઓપનર્સ સાત ઓવરમાં પેવેલિયન પરત ફરી. ડૈની વાયટ 94) અને ટૈમી બ્યૂમોંટએ ( 27) રન બનાવ્યા. કેપ્ટન હીથર નાઇટ (24) પર મોટી જવાબદારી હતી, પરંતુ તે સાઇવર સાથે ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે લેગ સ્પિનર કિંગે તેમને આઉટ કરી દીધી. નવા બેટ્સમેન એમજી જોન્સ (20) પર મોટા સ્કોરનું દબાણ હતું. તેમણે જોનાસેનના બોલ પર મિડ ઓફ પર કેચ આપ્યો. સાઇવરે એક છેડેથી રન બનાવવાની જવાબદારી ઉપાડી. પરંતુ બીજા છેડે તેમેને સપોર્ટ ન મળ્યો. કિંગએ સોફિયા ડંકલે (23) ને બોલ્ડ કરીને તેમને પણ સાઇવરના સાથે મોટી ભાગીદારી કરવા ન દીધી. તેમણે નવા બેટ્સમેન કૈથરીન બ્રંટને (1) રનમાં પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. જ્યારે એક છેડેથી વિકેટ ખરતી જતી હતી. ત્યારે સાઇવરે 90 બોલમાં પાંચમી સદી પુરી કરી લીધી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More