Home> Sports
Advertisement
Prev
Next

પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને મળી જાનથી મારવાની ધમકી, પીસીબીએ શરૂ કરી તપાસ

ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમવા માટે પાકિસ્તાન પહોંચી ગઈ છે. બંને દેશો વચ્ચે 4 માર્ચથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. આ પહેલા કાંગારૂના એક ખેલાડીને ધમકી મળી છે. 

પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને મળી જાનથી મારવાની ધમકી, પીસીબીએ શરૂ કરી તપાસ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની ટીમ 24 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે પહોંચી છે. પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓને જબરદસ્ત સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. પરંતુ આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે પાકિસ્તાનના પ્રવાસે ગયેલી કાંગારૂ ટીમના સ્પિનર એશ્ટન અગરની પાર્ટનરને સોશિયલ મીડિયા પર જાનથી મારવાની ધમકી મળી છે. 

fallbacks

એશ્ટન અગરની પાર્ટનરને ધમકીભર્યો મેસેજ મળ્યો છે, જેમાં લખ્યું છે કે ક્રિકેટરે પાકિસ્તાન ન જવું જોઈએ. સિડની મોર્નિંગ હેરાલ્ડ અને ધ એઝની પાસે તે મેસેજ છે, જે એશ્ટન એગરની પાર્ટનર Madeleine ને મળ્યો છે. તેની ફરિયાગ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કરી દેવામાં આવી છે, જેણે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ IPL 2022: પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને ટીમનો કેપ્ટન બનાવ્યો, મિત્ર કેએલ રાહુલની લેશે જગ્યા

ટીમના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે એગરને મોતની ધમકી મળી છે, પરંતુ ટીમની સુરક્ષાની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે આ કોઈ વિશ્વનીય ખતરો નથી. એક સૂચન છે કે આ એક નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી છે અને કોઈ બહારના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

ઓસ્ટ્રેલિયાની ટીમ 1998 બાદ પાકિસ્તાનના પ્રવાસે ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા કરી છે. પોતાની પત્નીને સીધો સંદેશ મળવા છતાં અગર સારા મૂડમાં છે. રાવલપિંડીમાં શુક્રવારે રમાનારી પ્રથમ ટેસ્ટ પહેલા ટીમ મંગળવારે પ્રેક્ટિસ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More