Home> Sports
Advertisement
Prev
Next

AUS OPEN: ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેજર અપસેટ, નંબર-1 રાફેલ નડાલ બહાર, થીમે હરાવ્યો

થીમે નડાલને 7-6(3), 7-6(4), 4-6, 7-6(6)થી હરાવી દીધો હતો. આ સાથે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. 
 

AUS OPEN: ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેજર અપસેટ, નંબર-1 રાફેલ નડાલ બહાર, થીમે હરાવ્યો

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ઓપનના 10માં દિવસે બુધવારે બે મેજર અપસેટ સર્જાયા હતા. જર્માનીના એલેક્ઝેન્ડર જ્વેરેવે પુરુષ સિંગલ્સના ક્વાર્ટરફાઇનલમાં ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સ્વિત્ઝર્લેન્ડના સ્ટેન વાવરિંકાને પરાજય આપ્યો હતો. તો ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમે 19 ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલા સ્પેનના સ્ટાર અને નંબર-1 ખેલાડી રાફેલ નડાલને હાર આપી હતી. થીમ પ્રથમવાર ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પહોંચ્યો છે. તો જ્વેરેવ કોઈપણ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહેલીવાર પહોંચ્યો છે. બંન્ને વચ્ચે સમિફાઇનલ મુકાબલો 31 જાન્યુઆરીએ રમાશે. 

fallbacks

જ્વેરેવે વાવરિંકાને  6-1, 6-3, 6-4, 6-2થી હરાવ્યો હતો. આ મુકાબલો 2 કલાક 19 મિનિટ સુધી ચાલ્યો હતો. થીમે નડાલને 7-6(3), 7-6(4), 4-6, 7-6(6)થી હરાવી દીધો હતો. 

વાવરિંકા 2014માં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો
વાવરિંકાએ 2016માં યૂએસ ઓપન, 2015માં ફ્રેન્ચ અને 2014માં ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. તે છેલ્લે 2019માં બીજા રાઉન્ડમાં બહાર થઈ ગયો હતો. વાવરિંકા 2017 અને 2015માં સેમિફાઇનલ સુધી પહોંચ્યો હતો. 

જ્વેરેવ છેલ્લે ચોથા રાઉન્ડમાં બહાર થયો હતો
તો એલેક્ઝેન્ડર ચોથીવાર ઓસ્ટ્રેલિયન ઓપન રમી રહ્યો છે. પાછલા વર્ષે તે ચોથા રાઉન્ડમાં બહાર થઈ ગયો હતો. અત્યાર સુધી તે માત્ર ફ્રેન્ચ ઓપનમાં 2019 અને 2019માં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો હતો.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More