Home> Sports
Advertisement
Prev
Next

T20 WC: પગમાંથી જૂતા ઉતર્યા, બીયર નાખ્યું અને પી ગયા....ઓસ્ટ્રિલયન ખેલાડીઓનો અનોખો જશ્ન

ટી20 વર્લ્ડકપનો આખરે અંત આવ્યો છે અને ઓસ્ટ્રેલિયન ટીમે આખરે ટી20 વર્લ્ડકપની ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી છે. વનડે વર્લ્ડ કપમાં પાંચ વખત ચેમ્પિયન બનેલ ઓસ્ટ્રેલિયન ટીમનો આ પહેલો ટી20 વર્લ્ડકપ છે. દુબઈમાં રવિવારે રમાયેલી ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં એરોન ફિન્ચની આગેવાની હેઠળની ટીમે ન્યુઝીલેન્ડને આઠ વિકેટે કારમી હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ જીત બાદ જશ્ન મનાવ્યો હતો. પોતાના દેશ પરત ફરતા ઓસ્ટ્રેલિયન ટીમે વિમાનમાં પણ ઉજવણી ચાલુ રાખી હતી.

T20 WC: પગમાંથી જૂતા ઉતર્યા, બીયર નાખ્યું અને પી ગયા....ઓસ્ટ્રિલયન ખેલાડીઓનો અનોખો જશ્ન

દુબઈ: ટી20 વર્લ્ડકપનો આખરે અંત આવ્યો છે અને ઓસ્ટ્રેલિયન ટીમે આખરે ટી20 વર્લ્ડકપની ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી છે. વનડે વર્લ્ડ કપમાં પાંચ વખત ચેમ્પિયન બનેલ ઓસ્ટ્રેલિયન ટીમનો આ પહેલો ટી20 વર્લ્ડકપ છે. દુબઈમાં રવિવારે રમાયેલી ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં એરોન ફિન્ચની આગેવાની હેઠળની ટીમે ન્યુઝીલેન્ડને આઠ વિકેટે કારમી હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ જીત બાદ જશ્ન મનાવ્યો હતો. પોતાના દેશ પરત ફરતા ઓસ્ટ્રેલિયન ટીમે વિમાનમાં પણ ઉજવણી ચાલુ રાખી હતી.

fallbacks

ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેટમાં ઓસ્ટ્રેલિયન ટીમને જીતવા માટે 173 રનની જરૂર હતી. ઓસ્ટ્રેલિયાની જીતમાં મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરની અડધી સદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જીત બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ એકબીજા પર શેમ્પેન અને બીયરની છોળો ઉડાવી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડ કપ પહેલા સતત પાંચ દ્વિપક્ષીય શ્રેણીમાં હારનું દુ:ખ પણ ભૂલી ગયું. ઓસ્ટ્રેલિયન ટીમના સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સ્ટીવ સ્મિથે એડમ ઝમ્પાના વખાણ કરતી સેલ્ફી પણ પોસ્ટ કરી છે.

તેની સાથે એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યૂ વેડ અને માર્કસ સ્ટૉયનિસ જૂતામાં બીયર નાંખીને પી રહ્યા છે. બન્ને ખેલાડીઓ જોરદાર જશ્ન મનાવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચમાં ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન કેન વિલિયમસને 48 બોલમાં 85 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી અને કેપ્ટન એરોન ફિન્ચ માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પછી મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરની જોડીએ આક્રમક બેટિંગ કરી અને ટીમને જીતના ઉંબરે પહોંચાડી હતી. વોર્નર 53 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ માર્શે 50 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા. બીજી તરફ ગ્લેન મેક્સવેલ 18 બોલમાં 28 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.

શુઇ શું છે?
જૂતામાં પીવું એ ઐતિહાસિક રીતે સારા નસીબ લાવવા અથવા ત્રાસ અથવા પાર્ટી કરવાનો એક પ્રકાર તરીકે ગણવામાં આવે છે. 20મી સદીની શરૂઆતમાં મહિલાઓના ચપ્પલમાંથી શેમ્પેન પીવું એ પતનનું કારણ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં આ પ્રથા હજુ પણ લોકપ્રિય છે. અહીં તેને શુઇ કહેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More