Home> Sports
Advertisement
Prev
Next

Axar Patel Wedding: ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે મેહા પટેલ સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટમાં લગ્નની સીઝન ચાલી રહી છે. કેએલ રાહુલ બાદ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલે લગ્ન કર્યા છે. અક્ષરના લગ્ન મેહા પટેલ સાથે થયા છે. 
 

Axar Patel Wedding: ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે મેહા પટેલ સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો

વડોદરાઃ ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ વરરાજા બની ગયો છે. તેના સાથી ખેલાડી કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. અક્ષર પટેલની પત્નીનું નામ મેહા પટેલ છે.  આજે અક્ષર અને મેહાના લગ્ન વડોદરામાં થયા છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ લગ્ન માટે અક્ષરે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાંથી આરામ લીધો હતો.

fallbacks

અક્ષર વરરાજા બનીને આવ્યો
અક્ષર પટેલ પોતાની દુલ્હનને લેવા માટે વાજતે-ગાજતે વડોદરા જાન લઈને પહોંચ્યો હતો. અહીં લોકોએ ડાન્સ કરીને ધૂમ મચાવી હતી. અક્ષર પટેલના લગ્નમાં હાજરી આપવા મોહમ્મદ કેફ પણ આવ્યા હતા. 

ઘણા ખેલાડીઓ આવ્યા
ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ સામે ટી20 સીરીઝ રમી રહી છે. જેના કારણે ખેલાડીઓ અક્ષરના લગ્નમાં જઈ શક્યા ન હતા. પરંતુ આરામ કરી રહેલા ખેલાડીઓ ત્યાં પહોંચી ગયા હતા. જેમાં જયદેવ ઉનડકટનું નામ પણ સામેલ છે.

અક્ષરે ડાન્સ કર્યો
હલદીની સેરેમની દરમિયાન અક્ષર પટેલ અને મેહાએ પણ ડાન્સ કર્યો હતો. બુધવારે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ડાન્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગયા વર્ષે સગાઈ થઈ
અક્ષર પટેલ અને તેની ગર્લફ્રેન્ડ મેહાએ ગયા વર્ષે 20 જાન્યુઆરીએ સગાઈ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ પહેલા ભારતને લાગ્યો ઝટકો, આ સ્ટાર ઓપનર ઈજાને કારણે બહાર

કોણ છે મેહા પટેલ
રિપોર્ટ પ્રમાણે મેહા પટેલ એક આહાર અને પોષણ નિષ્ણાંત (dietician and nutritionist) છે. મેહા સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. તે હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ સિવાય તે અક્ષર પટેલ સાથેની તસવીરો પણ શેર કરતી હોય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 21 હજારથી વધુ ફોલોઅર છે. 

ઉલ્લેખનીય છે કે ગર્લફ્રેન્ડ મેહા પટેલના હાથ પર અક્ષર પટેલના નામનું એક ટેટૂ પણ છે. અક્ષર પટેલે મેહાને પોતાના 28માં જન્મદિવસ દરમિયાન પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાન બંનેએ એકબીજાને વીંટી પહેરાવી અને સગાઈ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More