Home> Sports
Advertisement
Prev
Next

Babar Azam ICC Player of The Month : બાબર આઝમને મળ્યું શાનદાર પ્રદર્શનનું ઈનામ, મહિલાઓમાં હીલીએ મારી બાજી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એપ્રિલ મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની જાહેરાત કરી છે. પુરૂષ ક્રિકેટરમાં બાબર આઝમ અને મહિલા ક્રિકેટમાં એલીસા હીલીની પંસદગી કરવામાં આવી છે. 

Babar Azam ICC Player of The Month : બાબર આઝમને મળ્યું શાનદાર પ્રદર્શનનું ઈનામ, મહિલાઓમાં હીલીએ મારી બાજી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એપ્રિલ મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની જાહેરાત કરી છે. પુરૂષ ક્રિકેટરમાં બાબર આઝમ અને મહિલા ક્રિકેટમાં એલીસા હીલીની પંસદગી કરવામાં આવી છે. 

fallbacks

બાબર આઝમે હાલમાં વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીને પાછળ છોડતા નંબર-1નું સ્થાન હાસિલ કર્યુ હતું. તો બાબરે ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમતા ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી બે હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. પાકિસ્તાનના કેપ્ટને એપ્રિલ મહિનામાં ત્રણ વનડે મેચમાં 76ની એવરેજથી 228 રન બનાવ્યા, જ્યારે સાત ટી20 મેચમાં 305 રન ફટકાર્યા હતા. પાકિસ્તાને ઝિમ્બાબ્વેને ટી20 સિરીઝમાં 2-1થી પરાજય આપ્યો હતો. આ પહેલા ટીમે સાઉથ આફ્રિકાની ધરતી પર પણ વનડે અને ટી20 સિરીઝ જીતી હતી. 

મહિલાઓમાં ઓસ્ટ્રેલિયાની ઓપનર એલીસા હીલીને એપ્રિલ મહિનાની બેસ્ટ ખેલાડી પસંદ કરવામાં આવી છે. આ પ્રથમવાર છે જ્યારે આઈસીસી મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી રહી છે. મહત્વનું છે કે એલીસા હીલીએ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More