નવી દિલ્હીઃ ICC ODI Rankings: ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી જે અભિમાન સાથે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેદાનમાં ઉતરતો હતો. તે અભિમાનને પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે તોડી નાખ્યુ છે. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન હતો, પરંતુ હવે પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ વનડે ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે.
પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમે કેપ્ટન વિરાટ કોહલી પાસે વનડે ક્રિકેટમાં નંબર વનની ખુરશી છીનવી લીધી છે. કેપ્ટન કોહલી છેલ્લા કેટલાક સમયથી મોટી ઈનિંગ રમી શક્યો નથી, જ્યારે બાબર સતત સારી ઈનિંગ રમી આઈસીસી વનડે રેન્કિંગમાં આગળ વધી રહ્યો હતો. સાઉથ આફ્રિકા સામે રમાયેલી વનડે સિરીઝમાં આઝમે શાનદાર પ્રદર્શન કરી વનડેમાં નંબર વનનું સ્થાન મેળવી લીધુ છે.
'ટોપ પર પહોંચનાર ચોથો પાકિસ્તાની બેટ્સમેન બન્યો બાબર
બાબર પોતાના દેશથી આઈસીસી રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાન હાસિલ કરનાર ચોથો ખેલાડી બની ગયો. 26 વર્ષના બાબરે સેન્ચુરિયનમાં આફ્રિકા વિરુદ્ધ સિરીઝની અંતિમ મેચમાં 82 બોલમાં 94 રનની ઈનિંગ રમી જેથી તેને 13 રેટિંગ પોઈન્ટ હાસિલ કરવામાં મદદ મળી અને તે 865 પોઈન્ટે પહોંચી ગયો. કોહલી 1258 દિવસ સુધી બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ પર રહ્યો જે સમય ત્રણ વર્ષ કરતા વધુ છે. બાબર પહેલા ઝહીર અબ્બાસ (1983-84), જાવેદ મિયાંદાદ (1988-89) અને મોહમ્મદ યૂસુફ (2003) એ વનડે આંતરરાષ્ટ્રીયમાં નંબર વન બનવાની સિદ્ધિ મેળવી હતી.
Babar Azam 🔝🔥
The Pakistan captain has overtaken Virat Kohli to become the No.1 batsman in the latest @MRFWorldwide ICC men's ODI rankings 👑 pic.twitter.com/krxoKRDsSY
— ICC (@ICC) April 14, 2021
હાલના સમયમાં બાબર આઝમ 865 રેટિંગ પોઈન્ટ સાથે વિશ્વનો નંબર એક બેટ્સમેન છે, જ્યારે 857 પોઈન્ટ સાથે વિરાટ કોહલી બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને રોહિત શર્મા છે, જેના 825 પોઈન્ટ છે. ચોથા સ્થાને ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર છે. ટેલરના ખાતામાં 801 પોઈન્ટ છે. જ્યારે 791 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન આરોન ફિન્ચ પાંચમાં સ્થાને છે.
આઈસીસી રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેન
A good update for 🇵🇰
Fakhar Zaman, following a brilliant series against South Africa, has surged five places to joint No.7 in the latest @MRFWorldwide ICC men’s ODI rankings for batsmen 👏 pic.twitter.com/WzSNehzdY3
— ICC (@ICC) April 14, 2021
IPL 2021: દિલ્હી કેપિટલ્સને વધુ એક ઝટકો, હવે આ સ્ટાર ફાસ્ટ બોલર કોરોનાથી સંક્રમિત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે