નવી દિલ્હી: ભારતની સ્ટાર મહિલા પહેલવાન બબીતા ફોગાટ (Babita Phogat) અને ગીતા ફોગાટની મામાની દીકરી બહેન રિતિકા (Ritika) મૃત અવસ્થામાં મળી આવી છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખબરો મુજબ રિતિકા કુશ્તીનો માત્ર એક મુકાબલો હારી જેના કારણે તેણે પોતાના ફૂઆ મહાવીર ફોગાટના ગામ બલાલીમાં કથિત રીતે ફાંસો ખઈને આત્મહત્યા કરી લીધી. રિપોર્ટ્સ મુજબ હાલ પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપી દીધો છે.
17 વર્ષની રિતિકા મેચ હાર્યા બાદ માનસિક રીતે ખુબ દબાણમાં હતી અને તેણે કથિત રીતે આત્મહત્યા કરી લીધી. રિતિકાએ સ્ટેટ લેવલ સબ જૂનિયર ટુર્નામેન્ટની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો અને આ હારથી નિરાશ થઈને તેણે અંતિમ પગલું ભર્યું.
રિતુ ફોગાટે રિતિકાના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે નાની બહેન રિતિકાના આત્માને ભગવાન શાંતિ આપે. મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે તારી સાથે શું થયું. તું હંમેશા યાદ આવીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે