Home> Sports
Advertisement
Prev
Next

Badminton Star Jwala Gutta એ આ Actor સાથે ફર્યા લગ્નના સાત ફેરા, સોશલ મીડિયા પર મચી ધૂમ

જ્વાલા અને વિષ્ણુએ હૈદરાબાદમાં ઓછા લોકોની હાજરીમાં સાત ફેરા લીધા. કોવિડ-19 કેસના કારણે તેમણે લગ્ન સમારોહ ઘણો નાનો રાખ્યો હતો.

Badminton Star Jwala Gutta એ આ Actor સાથે ફર્યા લગ્નના સાત ફેરા, સોશલ મીડિયા પર મચી ધૂમ

નવી દિલ્લીઃ અભિનેતા વિષ્ણુ વિશાલે બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા સાથે લગ્ન કરી લીધા છે. 22 એપ્રિલે ખાનગી કાર્યક્રમમાં નજીકના મિત્રો અને પરિવારના લોકો હાજર રહ્યા હતા. જ્વાલાએ લીલા અને લાલ રંગની સાડી પહેરી હતી. તો વિષ્ણુ વિશાલ વ્હાઈટ ધોતી-કુર્તામાં જોવા મળ્યો. જ્વાલા અને વિષ્ણુના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ પહેલાં જ્વાલાની હલ્દી અને મહેંદીના ફોટોસ પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા.

fallbacks

fallbacks

જ્વાલા અને વિષ્ણુએ હૈદરાબાદમાં ઓછા લોકોની હાજરીમાં સાત ફેરા લીધા. કોવિડ-19 કેસના કારણે તેમણે લગ્ન સમારોહ ઘણો નાનો રાખ્યો હતો. સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યા છે. તે જ્વાલા અને વિષ્ણુ વિશાલ દ્વારા હાયર કરવામાં આવેલ ફોટોગ્રાફરે શેર કર્યા છે. લીલા અને લાલ રંગની સાડીની સાથે જ્વાલાએ હળવી જ્વેલરી પહેરી હતી. સાથે જ તેણે માંગમાં સિંદુર અને હાથમાં લાલ ચુડા પહેર્યા હતા.

fallbacks

લગ્નના રીતિ-રિવાજ 21 એપ્રિલે શરૂ થયા હતા. મહેંદી સિરેમની પછી મિત્રો સાથે જ્વાલા અને વિષ્ણુએ રિસેપ્શન એન્જોય કર્યું હતું. તેમાં કપલે ઢોલ અને બોલીવુડ ગીત પર ડાન્સ કર્યો હતો. મહેંદીની સાથે હલ્દી સિરેમનીના ફોટોસ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પહેલાં કપલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને પોતાના લગ્નની તારીખ અને બીજી માહિતી શેર કરી હતી. પોસ્ટમાં ડિજિટલ કાર્ડ શેર કરવામાં આવ્યું હતું.

કોણ છે જ્વાલા ગુટ્ટા:
જ્વાલા ગુટ્ટા (Jwala Gutta) નો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. પરંતુ તેનો ઉછેર હૈદરાબાદમાં થયો અને તેણે પોતાનો અભ્યાસ પણ ત્યાં જ પૂરો કર્યો. હૈદરાબાદમાં જ તેણે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. ભારતને ઈન્ટરનેશનલ લેવલ પર અનેક મેડલ જીતાડનારી જ્વાલાનું પ્રદર્શન શાનદાર રહ્યું. તેણે અશ્વિની પોનપ્પાની સાથે જોડી બનાવીને અનેક ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 2015માં આ જોડીએ કારકિર્દીનો બેસ્ટ ક્રમ પણ મેળવ્યો હતો. તેણે પોતાના કારકિર્દી દરમિયાન સાથી ખેલાડી ચેતન આનંદની સાથે 2005માં લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્નજીવન બહુ લાંબો સમય ચાલી શક્યું નહીં. અને 2011માં બંનેએ છૂટાછેડા લઈ લીધા.

કોણ છે વિષ્ણુ વિશાલ:
વિષ્ણુ કુડવાલા વિષ્ણુ વિશાલ (Vishnu Vishal) તરીકે ઓળખાય છે. તેનો જન્મ વેલ્લોરમાં થયો હતો. તે દક્ષિણ ભારતની અનેક ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યો છે. વિષ્ણુએ 2010માં રજની નટરાજ સાથે લગ્ન કર્યા હતા અને તેને આર્યન નામનો એક પુત્ર પણ છે. જોકે વિષ્ણુએ પણ રજની સાથે 2018માં છૂટાછેડા લીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More