Home> Sports
Advertisement
Prev
Next

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપઃ સિંધુ અને પ્રણીત સેમીફાઈનલમાં, ભારતના બે મેડલ પાકા

મહિલા સિંગલ્સમાં સિંધુએ બીજી ક્રમાંકિત ચીની તાઈપેની તાઈ જુ યિંગને હરાવી, તેના પછી પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રણીતે ઈન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટિને સીધી ગેમમાં હરાવ્યો હતો 
 

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપઃ સિંધુ અને પ્રણીત સેમીફાઈનલમાં, ભારતના બે મેડલ પાકા

બાસેલ(સ્વિટ્ઝરલેન્ડ): ભારતની ટોચની બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ અને ચાલુ વર્ષે જ અર્જુન એવોર્ડ જીતનારો બી. સાઈ પ્રણીત ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને શુક્રવારે બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. તેમના સેમિફાઈનલમાં પ્રવેશની સાથે જ ભારતના બે મેડલ પાકા થઈ ગયા છે. લા સિંગલ્સમાં સિંધુએ બીજી ક્રમાંકિત ચીની તાઈપેની તાઈ જુ યિંગને હરાવી, તેના પછી પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રણીતે ઈન્ડોનેશિયાના જોનાથ ક્રિસ્ટિને સીધી ગેમમાં હરાવ્યો હતો.

fallbacks

સિંધુનો 5મો વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ પાકો
રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ સિંધુએ તાઈ જુ યિંગના કાંટાની ટક્કરકમાં 12-21, 23-21, 21-19થી હરાવી હતી. આ વિજયની સાથે જ દુનિયાની 5મા નંબરની ખેલાડી સિંધુએ ટૂર્નામેન્ટનો પોતાનો પાંચમો મેડલ પણ પાકો કરી  લીધો છે. આ અગાઉ તે બે વખત સિલ્વર અને બે વખત બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. સિંધુનો વર્લ્ડ ચેમ્પિયનશિપનો આ સતત ત્રીજો મેડલ હશે. 

36 વર્ષમાં પ્રથમ ભારતીય પુરુષ
પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં ટૂર્નામેન્ટના 16મા ક્રમાંકિત પ્રણીતે ચોથા ક્રમાંકિત ક્રિસ્ટી સામે શાનદાર પ્રદર્શન કર્યું અને સતત ગેમમાં 24-22, 21-14થી મેચ જીતીને સેમીફાઈનલમાં સ્થાન પાકું કરી લીધું હતું. તેણે આ મેચ 51 મિનિટમાં જીતી હતી. સાંઈ પ્રમીત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 36 વર્ષ બાદ મેડલ જીતનારો પ્રથણ ભારતીય પુરુષ શટલર બનશે. તેના પહેલા દિગ્ગજ પ્રકાશ પાદુકોણે 1983ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

જુઓ LIVE TV....

સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More