Home> Sports
Advertisement
Prev
Next

ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો, શાકિબ પર લાગ્યો બે વર્ષનો પ્રતિબંધ

ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 

ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો, શાકિબ પર લાગ્યો બે વર્ષનો પ્રતિબંધ

દુબઈઃ બાંગ્લાદેશના ટેસ્ટ અને ટી20 કેપ્ટન શાકિબ અલ હસન પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર પર ભ્રષ્ટાચાર રજૂઆતની જાણકારી ન આપવા પર કાર્યવાહી  થઈ છે. ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે આ મોટા ઝટકા સમાન છે. ભારતના પ્રવાસ પર બાંગ્લાદેશની ટીમ ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય અને બે ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. 

fallbacks

બાંગ્લાદેશના કેપ્ટન અને વનડેના ટોપ ઓલરાઉન્ર શાકિબ અલહસન પર બે વર્ષના પ્રતિબંધમાં એક વર્ષનું સસ્પેન્શન સામેલ છે. તેણે આઈસીસીના એન્ટી કરપ્શન કોડનો ભંગ કરવાના ત્રણ આરોપોનો સ્વીકાર કરી લીધો છે. આ પ્રતિબંધ તમામ ફોર્મેટમાં લાગૂ થશે. તે 29 ઓક્ટોબર 2020 સુધી બાંગ્લાદેશની ટીમની પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં.

32 વર્ષીય શાકિબે કહ્યું, 'મને ખુબ દુખ છે કે જે રમતને હું પ્રેમ કરતો હતો, તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હું ભ્રષ્ટાચારની રજૂઆતની જાણકારી ન આપવાની ભૂલનો સ્વીકાર કરુ છું. આઈસીસી એસીયૂ ખેલાડિઓ પર ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એક મહત્વની ભૂમિકા ભજવવા માટે નિર્ણય છે અને મેં તેમ કર્યું નથી.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More