Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019 SLvsBAN: વર્લ્ડ કપ બન્યો વરસાદ કપ, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ રદ્દ

આઈસીસી વિશ્વ કપ-2019ની શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ કરી દેવામાં આવી છે. 
 

World Cup 2019 SLvsBAN: વર્લ્ડ કપ બન્યો વરસાદ કપ, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ રદ્દ

બ્રિસ્ટલઃ આઈસીસી વિશ્વ કપ-2019 વરસાદ કપ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે વેસ્ટ ઈન્ડિઝ અને આફ્રિકા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી તો આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે રદ્દ કરી દેવામાં આવી છે. વરસાદને કારણે મેચમાં ટોસ પણ ન થયો. અત્યાર સુધી કુલ ત્રણ મેચ વરસાદને ભેટ પડી ચુકી છે. મેચ રદ્દ થતાં બંન્ને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. જેથી શ્રીલંકાના ચાર મેચોમાં ચાર પોઈન્ટ થઈ ગયા છે. તો બાંગ્લાદેશના ચાર મેચમાં ત્રણ પોઈન્ટ થઈ ગયા છે. શ્રીલંકાની સતત બીજી મેચ વરસાદને કારણે પડતી મુકવામાં આવી છે. આ પહેલા પાકિસ્તાન સામેની મેચ પણ વરસાદને કારણે રદ્દ થઈ હતી. 

fallbacks

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More