Home> Sports
Advertisement
Prev
Next

સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના સિલેક્શન મામલે મોટો નિર્ણય લીધો

એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી સીનિયર સિલેક્શન સમિતિ હવે ભારતીય ટીમનું સિલેક્શન નહિ કરે. હવે આ સિલેક્શન સમિતિનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. બીસીસીઆઈની 88મી વાર્ષિક સામાન્ય બેઠક (AGM) બાદ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આ વાતની માહિતી આપી હતી. બીસીસીઆઈ (BCCI) ની એજીએમ રવિવારે મુંબઈમાં થઈ હતી. તેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. એજીએમએ બીસીસીઆઈના સંવિધાન સંશોધનને પણ મંજૂરી આપી દીધી છે, જેથી સૌરવ ગાંગુલી અને અન્ય પદાધિકારીઓનો કાર્યકાળ વધારી શકાય.

સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના સિલેક્શન મામલે મોટો નિર્ણય લીધો

મુંબઈ :એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી સીનિયર સિલેક્શન સમિતિ હવે ભારતીય ટીમનું સિલેક્શન નહિ કરે. હવે આ સિલેક્શન સમિતિનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. બીસીસીઆઈની 88મી વાર્ષિક સામાન્ય બેઠક (AGM) બાદ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આ વાતની માહિતી આપી હતી. બીસીસીઆઈ (BCCI) ની એજીએમ રવિવારે મુંબઈમાં થઈ હતી. તેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. એજીએમએ બીસીસીઆઈના સંવિધાન સંશોધનને પણ મંજૂરી આપી દીધી છે, જેથી સૌરવ ગાંગુલી અને અન્ય પદાધિકારીઓનો કાર્યકાળ વધારી શકાય.

fallbacks

પહાડ પરથી પત્થરો તૂટીને પડી રહ્યા છે છતા ગુજરાતીઓ ગાડી ચલાવી રહ્યા છે 

એમએસકે પ્રસાદ (MSK Prasad) અને ગગન ખોડા (Gagan Khoda) 2015માં સિલેક્શન સમિતિના સદસ્યો બન્યા હતા. જતિન પરાંજપે (Jatin Paranjpe), સંદીપ સિંહ (Sarandeep Singh) અને દેવાંગ ગાંધી (Devang Gandhi) 2016માં તેમની સાથે જોડાયા હતા. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આ પેનલનો કોઈ પણ સદસ્ય હવે પોતાનું કામ આગળ ચાલુ નહિ રાખે. તેમણે કહ્યું કે, હવે સિલેક્શન સમિતિનો કાર્યકાળ નક્કી થશે અને દર વર્ષે સિલેક્ટર નિયુક્ત કરવાની જરૂર નહિ પડે. 

બળાત્કારીઓના સ્કેચ લઈને ફરતી વડોદરા પોલીસના હાથે 48 કલાક બાદ પણ કંઈ ના લાગ્યું

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રવિવારે કહ્યું કે, કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. તમે અહીંથી આગળ નથી જઈ શક્તા. તેઓએ સારું કામ કર્યું છે. હવે અમે સિલેક્શન સમિતિનો કાર્યકાળ નક્કી કરીશું અને દર વર્ષે સિલેક્ટર્સ નિયુક્ત કરવા પણ યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ, હરભજન સિંહ સહિત અનેક ક્રિકેટર અને પૂર્વ ક્રિકેટર હાલની સિલેક્શન સમિતિની કામગીરી પર સવાલો ઉઠાવી ચૂક્યા છે. ભજ્જીએ તો ટ્વિટ કરીને સૌરવ ગાંગુલીને આ મામલામાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.

એજીએમમાં નિર્ણય લેવાયો છે કે, બીસીસીઆઈના સચિવ જય શાહ આઈસીસીની સીઈસી બેઠકોમાં ભાગ લેશે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, જય શાહ આઈસીસીની સીઈસી બેઠકોમાં ભાગ લેશે. જોકે, હજી એ નિર્ણય લેવાયો નથી કે આઈસીસીની બોર્ડ બેઠકમાં કોણ દેશનું પ્રતિનિધિત્વ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More