Home> Sports
Advertisement
Prev
Next

BCCIએ કરી મહિલા ટીમની નવી પસંદગી સમિતિની જાહેરાત, નીતૂ ડેવિડ ચીફ સિલેક્ટર

ભારતીય મહિલા ટીમની પસંદગીની જવાબદારી હવેથી નવી ટીમના હાથમાં હશે.

BCCIએ કરી મહિલા ટીમની નવી પસંદગી સમિતિની જાહેરાત, નીતૂ ડેવિડ ચીફ સિલેક્ટર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહિલા ક્રિકેટ ટીમની પસંદગી કરનારી પાંચ સભ્યોની પસંદગી સમિતિની જાહેરાત કરી દીધી છે. પૂર્વ ભારતીય સ્પિનર નીતૂ ડેવિડને પસંદગી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. શનિવારે બીસીસીઆઈએ આ વાતની સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે, નીતૂની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિ હવેથી મહિલા ક્રિકેટ ટીમની પસંદગીની પ્રક્રિયાને પૂરી કરશે. 

fallbacks

ભારતીય મહિલા ટીમની પસંદગીની જવાબદારી હવેથી નવી ટીમના હાથમાં હશે. ભારત માટે 10 ટેસ્ટ અને 97 વનડે રમનાર નીતૂને ટીમ સિલેક્શન કમિટીના ચેર પર્સન બનાવવામાં આવ્યા છે. આ ટીમમાં પસંદ કરાયેલા પાંચ પૂર્વ ખેલાડીઓમાંથી ચારની પાસે ટેસ્ટ અને વનડે બંન્ને ફોર્મેટ રમવાનો અનુભવ છે. 

નીતૂએ કુલ 10 ટેસ્ટ અને 97 વનડે મેચ રમી છે તો આરતી વૈદ્યાએ ટીમ ઈન્ડિયા તરફથી 3 ટેસ્ટ અને 6 વનડે રમી છે. તો રેણૂ મારગ્રેટ ટીમ ઈન્ડિયા તરફથી 5 ટેસ્ટ અને 23 વનડેનો ભાગ રહી છે. ટીમની ચોથી સભ્ય વેંકટાચેર કલ્પનાએ 3 ટેસ્ટ અને આઠ વનડે મેચ તથા મીઠૂ મુખર્જીની પાસે ભારતીય ટીમ માટે ચાર ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે. 

આ સમયે ભારતની મહિલા ક્રિકેટ ટીમ માટે ટી20 ટીમની આગેવાની હરમનપ્રીત કૌર કરે છે. મિતાલી રાજ ટેસ્ટ અને વનડે ટીમનું સુકાન સંભાળી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલ આઈસીસી ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમે ફાઇનલ સુધી પહોંચી હતી. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More