Home> Sports
Advertisement
Prev
Next

BCCIએ મહિલા T20 ચેલેન્જની ટીમ અને કાર્યક્રમ કર્યો જાહેર


4 નવેમ્બરથી યૂએઈમાં મહિલા ટી20 ચેલેન્જ રમાશે. બોર્ડે ટીમ અને કાર્યક્રમની જાહેરાત કરી છે. ત્રણ ટીમ અને ચાર મુકાબલા વાળી આ ટૂર્નામેન્ટની ફાઇનલ 9 નવેમ્બરે રમાશે. 

BCCIએ મહિલા T20 ચેલેન્જની ટીમ અને કાર્યક્રમ કર્યો જાહેર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહિલા ટી20 ચેલેન્જની તારીખો અને ટીમોની જાહેરાત કરી દીધી છે. તેની શરૂઆત 4 નવેમ્બરથી થશે અને ફાઇનલ 9 તારીખે રમાશે. 

fallbacks

ત્રણ ટીમો- સુપરનોવાઝ, ટ્રેલબ્લેજર્સ અને વેલોસિટીની કમાન ક્રમશઃ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને મિતાલી રાજના હાથમાં ગશે. તેમાં ભારત સિવાય ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ખેલાડી ભાગ લેશે. ચાર મેચોની આ ટૂર્નામેન્ટ યૂએઈમાં રમાશે. 

રવિવારે બીસીસીઆઈએ અખબારી યાદી જાહેર કરી આ ટૂર્નામેન્ટના શેડ્યૂલ અને ટીમોની જાણકારી આપી. ત્રણેય ટીમોમાં 15-15 સભ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ચાર તારીખે સુપરનોવાઝ અને વેલોસિટી વચ્ચે રમાશે. તેની ફાઇનલ મેચ 9 તારીખે રમાશે. 

થાઈલેન્ડની નત્તાહાકન ચંતમ, જે પોતાના દેશ માટે ટી20 વિશ્વકપમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની હતી તે પણ આ ટૂર્નામેન્ટમાં રમશે. આ ટૂર્નામેન્ટ રમનાર તે પ્રથમ થાઈ ક્રિકેટર હશે. 

  તારીખ મેચ ટીમ
1 4 નવેમ્બર 2020 સાંજે 7.30 કલાકે સુપરનોવાઝ vs વેલોસિટી
2 5 નવેમ્બર 2020 સાંજે 7.30 કલાકે  વેલોસિટી vs ટ્રેલબ્લેજર્સ
3 7 નવેમ્બર2020 સાંજે 7.30 કલાકે ટ્રેલબ્લેજર્સ vs સુપરનોવાઝ
4 9 નવેમ્બર2020 સાંજે 7.30 કલાકે ફાઇનલ

fallbacks

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More