Home> Sports
Advertisement
Prev
Next

T20 વિશ્વકપ પહેલા ભારત આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે રમશે સિરીઝ, કાર્યક્રમ જાહેર

Team India: ટી20 વિશ્વકપ પહેલા ભારતીય ટીમ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 અને વનડે સિરીઝ રમવાની છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ સિરીઝ માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 

T20 વિશ્વકપ પહેલા ભારત આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે રમશે સિરીઝ, કાર્યક્રમ જાહેર

નવી દિલ્હીઃ ધ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા એટલે કે બીસીસીઆઈએ બુધવારે બે ઘરેલૂ સિરીઝનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. વિશ્વકપ ટી20 પહેલા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ ભારતનો પ્રવાસ કરવાનો છે. સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાએ અહીં ત્રણ મેચની ટી20 સિરીઝ રમવાની છે. બાદમાં સાઉથ આફ્રિકાની ટીમ ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમવા ભારત આવશે. 

fallbacks

આ શહેરોને મળી યજમાની
મોહાલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20ની યજમાની કરશે, જેમાં નાગપુર અને હૈદરાબાદ ક્રમશઃ બીજી અને ત્રીજી મેચની યજમાની કરશે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઘરેલૂ સિરીઝ તિવૂવનંતપુરમમાં શરૂ થશે. બીજી ટી20 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે ગુવાહાટીમાં રમાશે. ત્યારબાદ ઈન્દોરમાં ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે. ત્યારબાદ 6 ઓક્ટોબરથી લખનઉમાં વનડે સિરીઝની શરૂઆત થશે. બીજી વનડે રાંચી અને ત્રીજી વનડે દિલ્હીમાં રમાશે. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝનો કાર્યક્રમ
20 સપ્ટેમ્બર પ્રથમ-20     મોહાલી
23 સપ્ટેમ્બર બીજી ટી-20 નાગપુર    
25 સપ્ટેમ્બર ત્રીજી ટી20 હૈદરાબાદ    

આ પણ વાંચોઃ CWG 2022: ભારતીય પુરૂષ હોકી ટીમે કર્યો ગોલનો વરસાદ, કેનેડાને 8-0થી હરાવ્યું 

સાઉથ આફ્રિકા વિરુદ્ધ સિરીઝનો કાર્યક્રમ
28 સપ્ટેમ્બર પ્રથમ ટી-20 તિરૂવનંતપુરમ    
2 ઓક્ટોબર બીજી ટી20 ગુવાહાટી
4 ઓક્ટોબર ત્રીજી ટી20 ઈન્દોર
6 ઓક્ટોબર  પ્રથમ વનડે લખનઉ
9 ઓક્ટોબર બીજી વનડે રાંચી
11 ઓક્ટોબર ત્રીજી વનડે દિલ્હી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More