Team India Schedule : ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. આ દરમિયાન BCCIએ એક મોટો નિર્ણય લીધો છે. BCCIએ ભારતીય ટીમના આગામી શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે.
ક્યારે શરૂ થવાની હતી સીરિઝ ?
ભારત ઓગસ્ટ 2025માં બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો હતો. આ પ્રવાસમાં ભારતે 3 ODI અને 3 T20 મેચ રમવાની હતી. ODI શ્રેણી 17 ઓગસ્ટથી શરૂ થવાની હતી. બીજી ODI 20 ઓગસ્ટે યોજાવાની હતી જ્યારે છેલ્લી ODI 23 ઓગસ્ટે યોજાવાની હતી. બંને ટીમો 26 ઓગસ્ટથી T20 શ્રેણી રમવાની હતી. બીજી T20 29 ઓગસ્ટે અને છેલ્લી 31 ઓગસ્ટે રમવાની હતી. પરંતુ હવે આ મેચો આ તારીખો પર યોજાશે નહીં.
"I love you Jaanu...", 7 વર્ષ બાદ ફરી છલકાયો હસીન જહાંનો પ્રેમ ! શમી માટે ગાયું ગીત
BCCIએ સત્તાવાર રીતે શેડ્યૂલ બદલ્યું છે અને કહ્યું છે કે, 'બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓગસ્ટ 2025માં યોજાનારી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની ત્રણ ODI અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી સપ્ટેમ્બર 2026 સુધી મુલતવી રાખવા પર પરસ્પર સંમતિ આપી છે.'
🚨 NEWS 🚨
Rescheduling of India’s white-ball Tour of Bangladesh.
Details 🔽 #TeamIndiahttps://t.co/qaOWJBgJdu
— BCCI (@BCCI) July 5, 2025
હવે ક્યારે યોજાશે સીરિઝ ?
આ નિર્ણય બંને બોર્ડ વચ્ચે ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો છે, જેમાં બંને ટીમોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ અને શેડ્યૂલની સુવિધાને ધ્યાનમાં લેવામાં આવી છે. બીસીબી સપ્ટેમ્બર 2026માં આ શ્રેણી માટે ભારતનું સ્વાગત કરવા આતુર છે. પ્રવાસની નવી તારીખો અને શેડ્યૂલ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે