Home> Sports
Advertisement
Prev
Next

IPL દરમિયાન BCCIની આ હરકતથી બધા ચોંકી ગયા, ગૌતમ ગંભીર અને અજીત અગરકરે વધાર્યા દિલના ધબકારા

Indian Cricket Team : ભારતમાં હાલ IPLની ધૂમ ચાલી રહી છે, આ  દરમિયાન  BCCIના એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. ખેલાડીઓના ભવિષ્યને લઈને એક જાહેરાત થવાની છે, ત્યારે  ગૌતમ ગંભીર અને અજીત અગરકરે દિલના ધબકારા વધારી દીધા છે. 

IPL દરમિયાન BCCIની આ હરકતથી બધા ચોંકી ગયા, ગૌતમ ગંભીર અને અજીત અગરકરે વધાર્યા દિલના ધબકારા

Indian Cricket Team : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહિલા ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. હવે મેન્સ ક્રિકેટરોના કોન્ટ્રાક્ટની જાહેરાત થવાની છે. બોર્ડે આ માટે 29 માર્ચે ગુવાહાટીમાં મહત્વની બેઠક બોલાવી હતી, પરંતુ તેને હાલ માટે મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠકમાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ અંગે પણ ચર્ચા થવાની હતી. હાલ મીટિંગની નવી તારીખો જાણવા મળી નથી.

fallbacks

ટેસ્ટમાં કોણ બનશે કેપ્ટન ?

બીસીસીઆઈ આ બેઠકમાં આગામી સિઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ તેમજ ટેસ્ટ ટીમના નવા કેપ્ટન અંગે ચર્ચા થવાની હતી. રોહિત શર્મા ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમશે તે નિશ્ચિત નથી. ઓસ્ટ્રેલિયામાં શરમજનક હાર બાદ તેના પર ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાની સાથે સાથે નિવૃત્તિ લેવાનું પણ દબાણ છે. શુભમન ગિલ, ઋષભ પંત અને જસપ્રિત બુમરાહ ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં આગળ છે.

IPL 2025 : પંડ્યાની ધાર, શુભમનનો વાર...કોનું પલડું ભારે - મુંબઈ કે ગુજરાત ?

કોહલીના ભવિષ્ય પર ચર્ચા

બીજી તરફ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા પોતાનો A-પ્લસ ગ્રેડ જાળવી શકે છે. જો કે, રોહિત, કોહલી અને જાડેજાએ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. કોહલીએ પસંદગીકારો સાથે ટેસ્ટ ક્રિકેટમાં તેના ભવિષ્ય વિશે વાત કરી અને એવું લાગે છે કે ઇંગ્લેન્ડનો પ્રવાસ સ્ટાર બેટ્સમેન માટે નિર્ણાયક બની શકે છે. ભારત ઈંગ્લેન્ડમાં 5 ટેસ્ટ રમશે, જેમાં પ્રથમ મેચ 20 જૂનથી શરૂ થશે.

ઐય્યરની વાપસી

કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કેટલાક નવા નામ દાખલ થવાની આશા છે. શ્રેયસ ઐય્યરની વાપસી લગભગ નિશ્ચિત છે. શ્રેયસને ગયા વર્ષે ઈશાન કિશનની સાથે કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના તાજેતરના પ્રદર્શન બાદ મુંબઈનો બેટ્સમેન આ યાદીમાં વાપસી કરવા માટે તૈયાર છે. અન્ય એક નવું નામ જે બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં એન્ટ્રી માટે તૈયાર છે તે છે વરુણ ચક્રવર્તી. દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં તે ભારતનો ટ્રમ્પ કાર્ડ હતો. ચક્રવર્તીએ 3 મેચમાં 9 વિકેટ લીધી અને ભારતને ટાઇટલ જીતવામાં મદદ કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More