BCCI Job Alert : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નોકરીની જાહેરાત કરી છે. બોર્ડે બુધવારે ખાલી જગ્યા વિશે માહિતી આપી હતી. ભારતીય મહિલા ટીમમાં હેડ ફિઝિયોથેરાપિસ્ટ અને કોચની જરૂર છે. ખાલી જગ્યાની સાથે BCCIએ જરૂરી લાયકાત અને અનુભવનો પણ ઉલ્લેખ કર્યો છે. આ પદો પર કામ કરતા લોકો ખેલાડીઓના પ્રદર્શનને સુધારવામાં મદદ કરશે. આ સાથે ઈજા બાદ ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વરિષ્ઠ મહિલા ટીમ ઈન્ડિયા માટે બે મુખ્ય પોસ્ટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. પ્રથમ પોસ્ટ હેડ ફિઝિયોથેરાપિસ્ટ માટે છે અને બીજી પોસ્ટ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ માટે છે. આ બે પોસ્ટ પર કામ કરતા લોકો બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં કામ કરશે. ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા બાદ ફિઝિયોની જવાબદારી વધી જશે. તેઓ ખેલાડીઓની રિકવરી પર કામ કરશે. આ માટે દરરોજ સેશન યોજાશે.
ધર્મની બેડીઓ તોડીને કર્યા લગ્ન, પહેલીવાર પિતા બનેલા ઝહીર ખાનની લવ સ્ટોરી છે ફિલ્મી
ફિઝિયો માટે લાયકાત શું હોવી જોઈએ ?
સ્પોર્ટ્સ અથવા મસ્ક્યુલોસ્કેલેટલ ફિઝિયોથેરાપી/સ્પોર્ટ્સ એન્ડ એક્સરસાઇઝ મેડિસિન/સ્પોર્ટ્સ રિહેબિલિટેશનમાં વિશેષતા સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન આવશ્યક છે. આ સાથે ફિઝિયોથેરાપીમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ પણ જરૂરી છે. અરજી કરનાર ફિઝિયોને ટીમ અથવા એથ્લેટ સાથે કામ કરવાનો અનુભવ હોવો આવશ્યક છે.
Job Application 🚨
BCCI invites applications for
1) Head Physiotherapist and
2) S&C Coach at Centre of Excellence / #TeamIndia (Senior Women)Details 🔽 https://t.co/2je2YVco7K
— BCCI Women (@BCCIWomen) April 16, 2025
સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચની જવાબદારી
સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ ખેલાડીઓ માટે વોર્મઅપ શેડ્યૂલ કરશે. આ સાથે મેચ પહેલા પ્રેક્ટિસ પણ કરાવશે. તે ખેલાડીઓની ફિટનેસનું પણ ધ્યાન રાખશે. આ માટે વિશેષ પ્રોગ્રામ બનાવવાની જવાબદારી રહેશે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઓછામાં ઓછા 7 વર્ષનો અનુભવ જરૂરી છે. આ સાથે ટીમ અથવા એથ્લેટ સાથે કામ કરવાનો અનુભવ પણ હોવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે