મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે સ્પષ્ટ કર્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020ની ફાઇનલ મેચ મુંબઈમાં જ રમાશે. આ સાથે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે સોમવારે નિર્ણય કર્યો કે દિવસની બીજી મેચ રાત્રે 8 કલાકે જ શરૂ થશે. આ મેચોને સાંજે 7.30 કલાકે શરૂ કરવા પર ઘણો દબાવ હતો, પરંતુ ગવર્નિંગ કાઉન્સિલે તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો નથી.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું કે, આઈપીએલની ફાઇનલ મુંબઈમાં રમાશે. આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે આઈપીએલની આગામી સિઝનની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાઇ શકે છે.
આ સિવાય ચેરિટી માટે આઈપીએલ શરૂ થતાં પહેલા તમામ ટોપ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વચ્ચે એક ઓલ સ્ટાર્સ ગેમ પણ રમાશે.
આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ ગાંગુલીએ સંવાદદાતાઓને કહ્યું, 'આઈપીએલની રાતની મેચના સમયમાં કોઈ ફેરફાર થશે નહીં. 7.30 કલાકે મેચ શરૂ કરવા પર ચર્ચા થઈ પરંતુ તેમ થશે નહીં.' તેમણે આ સાથે જણાવ્યું કે, માત્ર 5 ડબલ હેડર (સાંજે 4 કલાક અને 8 કલાક) મેચ રમાશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે