IPL 2025 Super Over New Rules : IPL 2025 22 માર્ચ એટલે કે આજથી શરૂ થઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ પહેલા BCCIએ સુપર ઓવરના નિયમમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ નિયમ મુજબ, બંને ટીમો પાસે સુપર ઓવરને પૂર્ણ કરવા માટે હવે વધુ એક કલાકનો સમય હશે. જો સુપર ઓવર પણ ટાઇ થાય છે, તો આ વખતે BCCIએ તેના માટે બીજો નિયમ બનાવ્યો છે. આ નિયમ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
IPL શરૂ થાય તે પહેલા માઠા સમાચાર, હવામાન વિભાગે કરી મોટી આગાહી
સુપર ઓવર સંબંધિત નવા નિયમો
મીડિયા અહેવાલ મુજબ, BCCIએ 20 માર્ચે કેપ્ટનની બેઠક બાદ તમામ ટીમોને કહ્યું છે કે મેચના પુરી થયા પછી 1 કલાક સુધી જેટલી પણ સુપર ઓવર રમવી હોય તેટલી રમાડી શકાય છે. જો મેચ ટાઈ પડે તો, સુપર ઓવર 10 મિનિટની અંદર શરૂ થવી જોઈએ. જો સુપર ઓવર પણ ટાઇ પડે છે, તો પછી બીજી સુપર ઓવર 5 મિનિટની અંદર શરૂ થવી જોઈએ.
જો 1 કલાકનો સમય સમાપ્ત થવાનો હશે, તો મેચ રેફરી બંને કેપ્ટનને કહેશે કે આ અંતિમ સુપર ઓવર હશે. મુખ્ય મેચમાં ખેલાડીઓ જે વોર્નિંગ અથવા વધારાનો સમય આપવામાં આવ્યો હશે તે સુપર ઓવરમાં ચાલુ રાખવામાં આવશે. વરસાદની સ્થિતિમાં સુપર ઓવર આઇપીએલ મેચ રેફરી દ્વારા નિર્ધારિત સમયે શરૂ થશે. દરેક ટીમને દરેક સુપર ઓવરમાં અસફળ ખેલાડીની સમીક્ષા કરવાની મંજૂરી આપવામાં આવશે.
ઈરફાન પઠાણને મળી સજા ! IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાંથી નામ ગાયબ
સુપર ઓવરમાં શું થાય છે ?
સુપર ઓવરમાં બંને ટીમોને એક ઓવર રમવાની તક મળે છે. મેચમાં બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરનાર ટીમે સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરવી પડશે. આ સમય દરમિયાન, મોટાભાગના ત્રણ ખેલાડીઓ ટીમમાંથી બેટિંગ કરી શકે છે. પરંતુ 2 વિકેટ પડતાની સાથે જ ઇનિંગ્સ સમાપ્ત થાય છે. જો સુપર ઓવર ટાઇ પડે છે, તો પછી બીજી સુપર ઓવરમાં ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી, તે પાછળથી સુપર ઓવરમાં બેટિંગ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે