Home> Sports
Advertisement
Prev
Next

BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં કરોડોનો વધારો

IPL 2025 Salary: આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે મોટી જાહેરાત કરી છે. આઈપીએલમાં રમનાર ખેલાડીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. 

BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં કરોડોનો વધારો

Jay Shah Announces IPL Salary Increase: બીસીસીઆઈ સચિવ જય શાહે આઈપીએલમાં ખેલાડીઓના પગારને લઈને મોટી જાહેરાત કરી છે. જય શાહે જણાવ્યું કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમનાર ખેલાડીઓને કોઈ ટીમ સાથે કરેલા કોન્ટ્રાક્ટની રકમ સિવાય દરેક મેચ માટે 7.5 લાખ રૂપિયા અલગથી મેચ ફી તરીકે આપવામાં આવશે.

fallbacks

જય શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપતા કહ્યું- ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સતત શાનદાર પ્રદર્શનનો જશ્ન મનાવતા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અમને તે જણાવતા ખુશી થઈ રહી છે કે આપણા ક્રિકેટરોને દરેક મેચ માટે 7.5 લાખ રૂપિયાની મેચ ફી આપવામાં આવશે. જો કોઈ ખેલાડી સીઝનની બધી મેચ રમે છે તો તે ટીમની સાથે કોન્ટ્રાક્ટ સિવાય 1.05 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી શકે છે.

જય શાહે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે દરેક ફ્રેન્ચાઇઝી સીઝનમાં મેચ ફી આપવા માટે 12.60 કરોડ રૂપિયા ફાળવશે. આ આઈપીએલ અને આપણા ખેલાડીઓ માટે એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. 

BCCI ની વાર્ષિક બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવાની અટકળો છે. મહત્વનું છે કે જુલાઈમાં બીસીસીઆઈ અધિકારીઓએ આઈપીએલ ટીમના માલિકો સાથે બેઠક કરી હતી. તે બેઠકમાં ઘણા માલિકોએ રિટેન્શન પોલિસી અને ટીમના પર્સને લઈને સવાલ ઉઠાવ્યા હતા. આ કારણે હવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં દરેક ટીમને ઓછામાં ઓછા 5 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More