India vs England 4th Test: ભારત અને ઇંગ્લેન્ડની ટીમો 23 જુલાઈએ ચોથી ટેસ્ટમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ પહેલા પણ બન્ને ટીમોના કેપ્ટનોના નિવેદનોએ ખળભળાટ મચાવી દીધો છે. પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલના નિવેદનથી ગરમાગરમી વધી ગઈ હતી, ત્યારબાદ બેન સ્ટોક્સે પણ તીખા હુમલા કર્યા હતા. લોર્ડ્સ ટેસ્ટમાં બન્ને ટીમોના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હવે આ મુદ્દો જોર પકડતો દેખાય રહ્યો છે. બન્ને કેપ્ટનોના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે ચોથી ટેસ્ટમાં પણ વાતાવરણ ગરમાવાનું છે.
ગિલે ખોલી ઇંગ્લેન્ડની પોલ
શુભમન ગિલે પોતાના નિવેદનમાં ઇંગ્લેન્ડની પોલી ખોલી. ગિલે છેલ્લી મેચની ચર્ચા અંગે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'હું સ્પષ્ટ કરી દઉં છું કે ઇંગ્લેન્ડ 90 સેકન્ડ મોડી બેટિંગ કરવા માટે ઉતર્યું. 10, 20 નહીં, પરંતુ 90 સેકન્ડ. અમે આવી પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ અમે તેના માટે પહેલાથી જ તૈયાર હતા. મને લાગે છે કે જે થયું તે રમતની ભાવના અનુસાર નહોતું.' બીજી તરફ, બેન સ્ટોક્સે પણ એક મોટો સંકેત આપ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડમાં 'MAAF' કર્યું તો બની જશો કરોડપતિ,માત્ર રૂ.2000નું કરવાનું છે રોકાણ
બેન સ્ટોક્સે આપી ચેતવણી
બેન સ્ટોક્સે ટીમ ઈન્ડિયાને ચેતવણી આપતા કહ્યું કે, "આ એક મોટી સિરીઝ છે અને તેમાં જોશ જોવા મળશે. અમે જાણી જોઈને શરૂઆત કરીશું નહીં, પરંતુ કોઈપણ સંઘર્ષની પરિસ્થિતિમાં પણ પાછળ હટીશું નહીં." તેમણે શોએબ બશીરના સ્થાન વિશે પણ વાત કરી. તેમના સ્થાને ડોસનને લેવામાં આવ્યો છે, જેમના પ્રદર્શનની સ્ટોક્સે પણ નોંધ લીધી હતી. તેમણે કહ્યું કે, "ડોસન ખરેખર સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેને ટીમમાં પાછો બોલાવવામાં આવ્યો છે. તે ચોક્કસપણે થોડો નર્વસ હશે, પરંતુ આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તેની પાસે પૂરતો અનુભવ છે."
ઈતિહાસની સૌથી મોટી શોધ, વૈજ્ઞાનિકોને મળ્યો અરબોનો 'ખજાનો'; આ દેશ બન્યો માલામાલ!
ઓવર રેટ માટે ફટકારવામાં આવ્યો હતો દંડ
ઇંગ્લેન્ડની ટીમ પર સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ ઇંગ્લેન્ડના કેપ્ટન આનાથી નાખુશ છે. તેમણે તેમાં ફેરફારની માંગ કરી છે. તેમણે કહ્યું કે, તેઓ આ જાણી જોઈને કરતા નથી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે બેન સ્ટોક્સ અને કંપની ચોથી ટેસ્ટમાં કેવું પ્રદર્શન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે