નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના પિતાનું નિધન થયુ છે. ગુરૂવારે સાંજે ભુવનેશ્વર કુમાર માટે દુખદાયક સમાચાર સામે આવ્યા છે. 63 વર્ષીય કિરનપાલ સિંહ કેન્સરની બીમારીનો સામનો કરી રહ્યા હતા. લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી અને ઘર પર ભુવનેશ્વર તેમની સેવા કરી રહ્યો હતો. પોલીસ વિભાગમાં કાર્યરત પોલીસના પિતાએ સ્વૈચ્છિક નિવૃતિ લિધી હતી.
ગુરૂવારનો દિવસ ભારતીય ટીમના સ્ટાર બોલર ભુવી માટે ખરાબ સમાચાર લઈને આવ્યો. આ અનુભવી બોલરે પોતાના પિતાને ગુમાવ્યા જે ઘણા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. મેરઠમાં સ્થિત ભુવનેશ્વરના આવાસ પર પિતાએ અંતિમ શ્વાસ લીધા છે. તેમની બીમારી પાછલા વર્ષે સામે આવી હતી. તેઓ લીવર કેન્સરથી પીડિત હતા, જેના કારણે પાછલા વર્ષે હોસ્પિટલમાં દાખલ થયા હતા. દિલ્હીની એક હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા અને એક મહિનો રાખવામાં આવ્યા હતા.
ઈંગ્લેન્ડની સિરીઝમાં કરી હતી વાપસી
યૂએઈમાં પાછલા વર્ષે રમાયેલ આઈપીએલ દરમિયાન ભુવનેશ્વર ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે બહાર થઈ ગયો હતો. ભુવીએ હાલમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે રમાયેલી સિરીઝમાં વાપસી કરી હતી. ત્યારબાદ તે આઈપીએલમાં પણ સનરાઇઝર્સ તરફથી મેદાનમાં ઉતર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે