Home> Sports
Advertisement
Prev
Next

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝને લઈને મોટા સમાચાર, ભારતીય ટીમમાં થયા ફેરફાર! આ ખેલાડીની થશે એન્ટ્રી

20 જૂનથી ટેસ્ટ મેચ શ્રેણી શરુ થાય છે, જેમાં ભારતીય ટીમના બોલર્સમાં હર્ષિત રાણા પણ જોવા મળશે. બુમરાહ દરેક મેચ રમશે નહીં એટલે વૈકલ્પિક રીતે પાંચ બોલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝને લઈને મોટા સમાચાર, ભારતીય ટીમમાં થયા ફેરફાર! આ ખેલાડીની થશે એન્ટ્રી

ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની તૈયારી શરુ 
ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ મેચ સીરીઝને બસ થોડા જ દિવસ બાકી રહ્યાં છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓના ટેસ્ટ મેચમાંથી નિવૃતિ લીધા બાદ નવ નિયુક્ત શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ખેલાડીઓએ ત્રણ વાર્મ-અપ મેચ રમીને તૈયારીઓ દેખાડી છે. જેમાં ઈંગ્લેંડ લોયંસ સામે બે મેચ અને એક ઈંટ્રા સ્કવાડ મેચ છે. ભારતીય ટીમની સાથે-સાથે છેલ્લાં બે અઠવાડિયાથી ભારત-એ ટીમ પણ ઈંગ્લેંડના પ્રવાસે છે. 

fallbacks

હર્ષિત રાણાને મળી શકે છે મોકો
સરફરાઝ ખાન, રુતુરાજ ગાયકવાડ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ અને હર્ષિત રાણા ભારત-એ ટીમના ભાગરૂપે રમતા હતા. હાલ એક રીપોર્ટ અનુસાર, ભારત-એ ના ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાના છે પરંતુ હર્ષિત રાણાને રોકવામાં આવ્યાં છે. હર્ષિત રાણાએ ઈંગ્લેંડ લોયંસ વિરુધ્ધ એક મેચ રમ્યો છે અને એક વિકેટ હાંસલ કરી છે. ત્યારબાદ તેણે ભારતીય ટીમ સાથે બેકેનહૈમમાં ઈંટ્રા-સ્કવાડ વાર્મ-અપ મેચ રમ્યાં. 

બુમરાહ, સિરાજ જેવા બોલર્સનો સમાવેશ
20 જૂનથી શરૂ થનાર ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં હર્ષિત રાણાને લેવામાં આવ્યા છે. જ્યારે ટીમમાં પહેલાથી જ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ જેવા કુશળ બોલર્સ છે. જોકે બુમરાહ દરેક મેચમાં હાજર નહી રહે તે અગાઉથી સ્પષ્ટ કરવામાં આવેલ છે. એટલે આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પાંચ બોલર્સના વિકલ્પ સાથે રમશે. 

ઈંગ્લેંડ સામે રમશે આ ખેલાડીઓ
શુભમન ગિલ (કેપ્ટન), રુષભ પંત (વાઈસ કેપ્ટન), યશસ્વી જાયસવાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતીશ રેડ્ડી, રવીંદ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ 20 જુને ઈંગ્લેંડ સામે મેદાનમાં ઉતરવાના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More
;