Home> Sports
Advertisement
Prev
Next

IPLનો નવો અવતાર... BCCI કરી રહ્યું છે મેગા પ્લાનિંગ, ટુર્નામેન્ટમાં થશે રોમાંચનો ડબલ ડોઝ

IPL 2025: આઈપીએલ 2025નો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ મેગા ટુર્નામેન્ટ પ્લેઓફ તરફ આગળ વધી રહી હોય તેવું લાગે છે. આ દરમિયાન ભારતીય ફેન્સ માટે મોટા સારા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટુર્નામેન્ટ માટે મેગા પ્લાનિંગમાં વ્યસ્ત છે. આ લીગનો રોમાંચ ફેન્સ માટે હવે બમણો થવાનો છે.

IPLનો નવો અવતાર... BCCI કરી રહ્યું છે મેગા પ્લાનિંગ, ટુર્નામેન્ટમાં થશે રોમાંચનો ડબલ ડોઝ

IPL 2025: આઈપીએલ 2025નો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ દરમિયાન ભારતીય ફેન્સ માટે મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટુર્નામેન્ટ માટે મેગા પ્લાનિંગમાં વ્યસ્ત છે. આ લીગનો રોમાંચ ફેન્સ માટે હવે બમણો થવાનો છે. આઈપીએલના ચેરમેન અરુણ ધુમલે આ લીગના ભાવિ આયોજન અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આગામી વર્ષોમાં ફેન્સની મજા બમણી થઈ શકે છે.

fallbacks

IPLમાં મેચની સંખ્યા વધશે
ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, BCCI હવે IPL મેચોની સંખ્યા વધારી શકે છે. હાલમાં IPLમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાય છે. પરંતુ આ લીગમાં 20 મેચનો વધારો થઈ શકે છે. IPLમાં 94 મેચ થઈ શકે છે. IPL 2028માં ફેન્સને 94 મેચોની IPL જોવા મળી શકે છે. અગાઉ પણ IPLમાં 84 મેચો પર વિચાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ વ્યસ્ત શેડ્યૂલને કારણે તે સફળ થઈ શકી ન હતી.

આ છે LICનો શાનદાર પ્લાન... માત્ર એક વખત કરો રોકાણ, જીવનભર મળતા રહેશે 100000

શું કહ્યું અરુણ ધુમલે?
અરુણ ધુમલે ESPN ક્રિકઇન્ફોને કહ્યું કે, 'આદર્શ રીતે આપણે એક મોટી વિન્ડો ઇચ્છીએ છીએ. કદાચ કોઈ સમયે આપણે 74 થી 84 અથવા 94 સુધી જવા માંગીએ છીએ જેથી દરેક ટીમને ઘર અને બહાર દરેક ટીમ સામે રમવાની તક મળે, આ માટે તમારે 94 મેચની જરૂર છે. હાલ દસની સંખ્યા સારો છે. સૌથી મહત્વની બાબત એ છે કે ટુર્નામેન્ટમાં રુચી અને આપણે જે ક્રિકેટ રમીએ છીએ તેની ગુણવત્તા છે.

1 મેથી બદલાશે ATMમાંથી રોકડ ઉપાડવાનો નિયમ, રૂપિયા ઉપાડવા માટે આપવો પડશે વધારે ચાર્જ

2025માં નિયમો કેમ બદલાયા નહીં?
તેમણે વધુમાં કહ્યું કે, 'ઘણું ક્રિકેટ રમાયું છે, અમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમીને પાછા ફર્યા છીએ.' આપણી પાસે ચેમ્પિયન્સ ટ્રોફી છે અને તે પછી આપણી પાસે આઈપીએલ છે. તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે, આ વખતે 74 થી 84 પર જવું યોગ્ય નથી, પરંતુ જ્યારે પણ અમને લાગશે કે આ યોગ્ય સમય છે, ત્યારે અમે આ નિર્ણય લઈશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More