BCCI : કોચી ટસ્કર્સ કેસમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ઊંઘ હરામ થઈ છે. બોમ્બે હાઈકોર્ટે બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે BCCIની અરજી ફગાવી દીધી છે અને કોચી ટસ્કર્સના માલિકોના પક્ષમાં અંતિમ ચુકાદો આપ્યો છે. હવે BCCIએ કોચી ટસ્કર્સને 538 રૂપિયા ચૂકવવા પડશે. વર્ષ 2011માં BCCIએ આ ટીમને બહારનો રસ્તો બતાવ્યો હતો. હવે કોર્ટે 538 કરોડ રૂપિયાના ઓર્બિટલ એવોર્ડને યોગ્ય જાહેર કર્યો છે.
કોચી ટસ્કર્સે કેસ દાખલ કર્યો હતો
કોચી ટસ્કર્સે BCCI સામે કેસ દાખલ કર્યો હતો. આ ફ્રેન્ચાઇઝી ફક્ત એક જ સીઝનમાં જોવા મળી હતી અને 8મા ક્રમે રહી હતી. કોર્ટે BCCIને હવે IPLમાંથી બહાર થયેલી ફ્રેન્ચાઇઝી કોચી ટસ્કર્સ કેરળને 538 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. BCCIએ માત્ર એક સીઝન (2011) પછી ફ્રેન્ચાઇઝીનો કરાર રદ કર્યો હતો, જેમાં ટીમ પર કરારનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેણે સમયસર બેંક ગેરંટી સબમિટ કરી નહોતી, જે કરાર હેઠળ જરૂરી હતી.
ENG vs IND : ઇંગ્લેન્ડ સિરીઝમાં આ 3 ખેલાડીઓ પ્લેઇંગ 11માંથી રહેશે બહાર
કોર્ટનો શું છે આદેશ ?
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, 'આર્બિટ્રેશન એક્ટની કલમ 34 હેઠળ આ કોર્ટનું અધિકારક્ષેત્ર ખૂબ જ મર્યાદિત છે. વિવાદના ગુણદોષની તપાસ કરવાનો BCCIનો પ્રયાસ કાયદાની કલમ 34માં સમાવિષ્ટ આધારોના અવકાશની વિરુદ્ધ છે. પુરાવા અથવા ગુણદોષના સંદર્ભમાં આપવામાં આવેલા તારણો પ્રત્યે BCCIનો અસંતોષ એવોર્ડને લક્ષ્ય બનાવવાનો આધાર હોઈ શકે નહીં.'
2015માં BCCIને IPL ફ્રેન્ચાઇઝ કોચી ટસ્કર્સને 550 કરોડ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. KCPLને 384 કરોડ રૂપિયા અને રેન્ડેઝવસ સ્પોર્ટ્સને 153 કરોડ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ IPLના ચેરમેન રાજીવ શુક્લાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, "અમને મધ્યસ્થી લાહોટીનો અહેવાલ મળ્યો છે. મોટાભાગના સભ્યો મધ્યસ્થી રિપોર્ટ સામે અપીલ કરવાનો અભિપ્રાય ધરાવે છે. અમે કાનૂની અભિપ્રાય લઈ રહ્યા છીએ."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે