રિયાદઃ આર્જેન્ટીનાના લિયોનેલ મેસી (Lionel Messi)એ આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં પ્રતિબંધ બાદ શાનદાર વાપસી કરી છે. તેણે બ્રાઝિલ વિરુદ્ધ શુક્રવારે રમાયેલી ફ્રેન્ડલી મેચમાં (Brazil vs Argentina) વાપસી કરી હતી. આર્જેન્ટીનાના આ સ્ટાર ખેલાડીએ શાનદાર ગોલ કરીને આ મેચને યાદગાર બનાવી હતી. તેના ગોલની મદદથી આર્જેન્ટીનાએ બ્રાઝિલ વિરુદ્ધ 1-0થી જીત મેળવી હતી.
આર્જેન્ટીના (Argentina)ની રાષ્ટ્રીય ફુટબોલ ટીમ માટે મેસી જુલાઈ બાદ પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હતો. આ વર્ષે કોપા અમેરિકા દરમિયાન મેસીએ કહ્યું હતું કે ટૂર્નામેન્ટને બ્રાઝિલ (Brazil) માટે ફિક્સ કરવામાં આવી છે. આ વિવાદિત નિવેદનને કારણે તેના પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
આર્જેન્ટીના અને બ્રાઝિલ વચ્ચેની મેચમાં બંન્ને ટીમો વચ્ચે ટક્કર જોવા મળી હતી. બ્રાઝિલે મુકાબલામાં 66 ટકા બોલ પઝેશન રાખ્યું, પરંતુ ગોલ કરવાના વધુ પ્રયાસ આર્જેન્ટીનાએ કર્યાં હતા.
કોહલી બોલ્યો- કોઈપણ પિચ પર, કોઈપણ ટીમને અમારા ફાસ્ટ બોલર કરી શકે છે ધ્વસ્ત
પહેલા હાફમાં જલ્દી આર્જેન્ટીનાએ લીડ મેળવી લીધી હતી. 13મી મિનિટમાં આર્જેન્ટીનાને પેનલ્ટી મળી અને મેસીના પ્રયાસ પર બ્રાઝિલના ગોલકીપર એલિસને બોલને રોકી લીધો હતો. પરંતુ મેસીએ રિબાઉન્ડ પર ગોલ કરીને પોતાની ટીમને આગળ કરી દીધી હતી. આર્જેન્ટીના માટે આ મેસીનો 69મો ગોલ હતો.
મેચના બીજા હાફમાં બ્રાઝિલે શરૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે બંન્ને વિંગથી હુમલો કર્યો, પરંતુ ગોલ કરવામાં સફળતા ન મળી. બ્રાઝિલને આ મેચમાં આઠમી મિનિટે પેનલ્ટી મળી પરંતુ તેણે તક ગુમાવી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે