Home> Sports
Advertisement
Prev
Next

બ્રેન્ડન મેક્કુલમે બિગ બેશ લીગમાંથી લીધી નિવૃતી, હવે કરશે આ કામ

બ્રેન્ડન મેક્કલુમે બિગ બેશ લીગમાંથી નિવૃતીની જાહેરાત કરી અને કહ્યું કે, તે હવે કોચિંગ કરિયર પર ધ્યાન આપશે. 

બ્રેન્ડન મેક્કુલમે બિગ બેશ લીગમાંથી લીધી નિવૃતી, હવે કરશે આ કામ

એડિલેડઃ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટી-20 ટૂર્નામેન્ટ બિગ બેશ લીગ (બીબીએલ)માંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. મેક્કુલમે 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. રવિવારે તેણે બ્રિસબેન હીટના સાથીઓને પોતાનો નિર્ણય જણાવ્યો હતો.આ સાથે મેક્કુલમે કહ્યું કે, તે હવે કોચિંગ કરવાનું વિચારી રહ્યો છે. 

fallbacks

37 વર્ષના ખેલાડીએ કહ્યું કે, તે એક કોચના રૂપમાં પોતાના કરિયરને શરૂ કરતા પહેલા વિશ્વની અન્ય ટી20 લીગમાં રમતો રહેશે. મેક્કુલમે કહ્યું કે, હું 2019માં વિશ્વની અન્ય ટી20 ટૂર્નામેન્ટમાં રમતો રહીશ અને પછી મારુ કોચિંગ કરિયર શરૂ કરીશ. મેં જે શીખ્યું છે અને મારી પાસે જે અનુભવ છે તે બીજાની સાથે શેર કરવા ઉત્સાહિત છું. 

INDvsNZ: T20 સિરીઝમાં ઇતિહાસ રચી શકે છે ભારત, કરશે વર્લ્ડ રેકોર્ડની બરોબરી!

બ્રિસબેન હીટ માટે રમતા સારૂ લાગ્યું. મને તે જોઈને ખુશી છે કે અમારી ટીમના ઘણા પ્રશંસકો સતત અમારી મેચ જોવા માટે આવતા હતા. મને ટીમની સાથે રમતા આનંદ થયો અને તેની આગેવાની કરવાનું સન્માન મળ્યું હતું. 

વિશ્વકપ 2019 માટે આ છે ભારતીય ટીમ

મહત્વનું છે કે, આઈપીએલ 2019માં થયેલી હરાજીમાં મેક્કુલમને કોઈ ખરીદદાર ન મળ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More