Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટ ઈતિહાસની સૌથી શરમજનક બેટિંગ! 2 રન પર ઓલઆઉટ થઈ ગઈ ટીમ

ક્રિકેટના મેદાન પર ક્યારેક એવી ઘટના બને જેના પર તમે વિશ્વાસ કરી શકો નહીં. આવું કંઈક એક કાઉન્ટી મેચમાં પણ જોવા મળ્યું છે. જ્યાં એક ટીમ માત્ર 2 રન બનાવી આઉટ થઈ ગઈ છે. 

ક્રિકેટ ઈતિહાસની સૌથી શરમજનક બેટિંગ! 2 રન પર ઓલઆઉટ થઈ ગઈ ટીમ

નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ગમે ત્યારે અનોખી ઘટના જોવા મળે છે. ક્યારેક રમતમાં એવું જોવા મળે છે જેની કોઈ કલ્પના ન કરી શકે. આવું કંઈક એક કાઉન્ટી મેચમાં જોવા મળ્યું છે. જ્યાં એક ટીમ માત્ર 2 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને તેણે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. 

fallbacks

2 રન પર ટીમ થઈ ઓલઆઉટ
ક્રિકેટની રમતમાં ભલે મેદાન પર અનોખી વસ્તુ જોવા મળતી હોય પરંતુ આવું લગભગ પ્રથમવાર જોવા મળી રહ્યું છે, જ્યાં એક ટીમ માત્ર 2 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. એટલું જ નહીં ટીમનો એકપણ બેટ્સમેન ખાતુ ખોલાવી શક્યો નહીં. બકડન ક્રિકેટ ક્લબ અને ફાલ્કન્સ હંટિન્ગડનશાયર વચ્ચે કાઉન્ટી લીગની મેચ રમાઈ હતી. આ મેચમાં ફાલ્કન્સે પ્રથમ બેટિંગ કરતા બકડને 261 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

258 રનથી કારમો પરાજય
આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બકડનની ટીમ માત્ર 2 રનમાં આઉટ થઈ ગઈ અને 258 રનના અંતરે મેચ ગુમાવી હતી. કમાલની વાત એ રહી કે ટીમનો એકપણ બેટ્સમેન ખાતુ ખોલાવી શક્યો નહીં. જે બે રન બન્યા તે પણ વાઇડ અને બાયથી. જો એક્સ્ટ્રા રન ન હોત તો પૂરી ટીમ શૂન્ય પર આઉટ થઈ ગઈ હોત.

fallbacks

એક બોલરે ઝડપી છ વિકેટ
આ મેચમાં ફાલ્કન્સના એક બોલરે પોતાના નામે છ વિકેટ કરી જેનું નામ હતું અમંદીપ સિંહ. અમંદીપ સિવાય હૈદર અલીએ બે વિકેટ ઝડપી. ક્રિકેટ ઈતિહાસમાં આટલી શરમજનક બેટિંગ ક્યારેય જોવા મળી નથી.

આ પણ વાંચોઃ TOKYO OLYMPICS માં આ 4 રેસલર કરશે ભારતનું પ્રતિનિધિત્વ, ચારેય રેસલરની UWW એ કરી પસંદગી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More