Home> Sports
Advertisement
Prev
Next

સિંધુએ આ રીતે કરી વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી, જુઓ Video

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પીવી સિંધુના વર્કઆઉટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સિંધુની ચેમ્પિયન બનવા પાછળની જે આકરી મહેનત છે તેની નાની ઝલક દેખાઈ છે. 

સિંધુએ આ રીતે કરી વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી,  જુઓ Video

નવી દિલ્હીઃ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થી રહ્યો છે. આ વીડિયોને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો છે અને તેમણે શેર કરતા લખ્યું કે, તેઓ આ વીડિયોને જોઈને થાકી ગયા. સિંધુએ રવિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો અને સ્વદેશ પરત ફર્યા બાદ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખેલ પ્રધાન કિરણ રિજિજૂ સાથે મુલાકાત કરી હતી. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી કઈ રીતે કરી હતી. 

fallbacks

આનંદ મહિન્દ્રાએ આ વીડિયો શેર કરતા લખ્યું, 'Brutal. હું આ વીડિયોને જોઈ થાકી ગયો. પરંતુ હવે તેમાં કોઈ રહસ્ય રહી ગયું નથી કે સિંધુ વર્લ્ડ ચેમ્પિયન કેમ બની. ભારતના યુવા ખેલાડીઓ પણ હવે સિંધુના પગલા પર ચાલશે. સિંધુએ ફાઇનલમાં જાપાનની નોઝામી ઓકુહારાને એકતરફી મેચમાં હરાવીને ભારતને બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 

પીવી સિંધુ છેલ્લા બે વર્ષથી વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી હતી, પરંતુ આ વખતે તેણે કોઈ ભૂલ ન કરી અને શાનદાર પ્રદર્શન કરતા ઓકુહારાને હરાવી હતી. ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા સિંધુનો વિશ્વ ચેમ્પિયનશિપમાં આ પાંચમો મેડલ છે. તે આ પહેલા બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યો છે. 

ભારતીય બેડમિન્ટનના ભવિષ્યને લઈને ચિંતામાં છે ગોપીચંદ, જાણો શું કહ્યું 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More