Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની જાહેર કરી દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમ, ધોનીને વનડેની તો વિરાટને ટેસ્ટની કમાન

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમની જાહેરાત કરી છે. ભારતના કરોડો ક્રિકેટ ચાહકો માટે એક ખુશીના સમાચાર છે. આ બંન્ને ટીમનું સુકાન ભારતીય ખેલાડીઓના હાથમાં છે. 
 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની જાહેર કરી દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમ, ધોનીને વનડેની તો વિરાટને ટેસ્ટની કમાન

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ દાયકાની શ્રેષ્ઠ વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. રસપ્રદ વાત છે કે બંન્ને ટીમના કેપ્ટન ભારતીય છે. વિશ્વકપ વિનિંદ કેપ્ટન એમએસ ધોનીને વનડેનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે. મહત્વનું છે કે વિરાટની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. આ વર્ષને જોવામાં આવે તો ભારતે 8 મેચ રમી અને 7 જીતી, જ્યારે એક ટેસ્ટ ડ્રો રહી હતી. 

fallbacks

ટેસ્ટ ટીમની વાત કરીએ તો ઓપનિંગ માટે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુક અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનની પસંદગી કરવામાં આવી છે. સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલી સિવાય મિડલ ઓર્ડરમાં એબી ડિવિલિયર્સને રાખવામાં આવ્યો છે. 

ઓલરાઉન્ડરની વાત કરીએ તો બેન સ્ટોક્સને સામેલ કરવામાં આવ્યો છે, જેણે ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બોલરોમાં આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેન, ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનને પણ તક આપવામાં આવી છે. નાથન લાયનના રૂપમાં ટીમમાં એકમાત્ર સ્પિન બોલર 11 ખેલાડીઓમાં છે. 

ટેસ્ટ ટીમઃ એલિસ્ટર કુક, ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, સ્ટીવ સ્મિથ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, બેન સ્ટોક્સ, ડેલ સ્ટેન, સ્ટુઅર્ટ બ્રોડ, નાથન લાયન, જેમ્સ એન્ડરસન. 

વનડે ટીમ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ દાયકાની બેસ્ટ વનડે ટીમની પસંદગી કરી છે. ટીમમાં 3 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની, હાલનો કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર રોહિત શર્મા સામેલ છે. એમએસ ધોનીને આ ટીમનો વિકેટકીપર-કેપ્ટન પસંદ કરવામાં આવ્યો છે. રોહિતને ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ત્રીજા સ્થાન પર વિરાટ છે. 

દાયકાની શ્રેષ્ઠ વનડે ટીમ
રોહિત શર્મા, હાશિમ અમલા, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શાકિબ અલ હસન, જોશ બટલર, એમએસ  ધોની (કેપ્ટન-વિકેટકીપર), રાશિદ ખાન, મિશેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ, લસિથ મલિંગા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More