Home> Sports
Advertisement
Prev
Next

IND vs PAK: વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજે આપ્યો હતો જીતનો આ મંત્ર! સદી ફટકારી પાકિસ્તાનના ભૂક્કા કાઢી નાખ્યા

Watch Video: હાલ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ ચાલુ છે અને ભારતની તમામ મેચો દુબઈમાં રમાઈ રહી છે. રવિવારે દુબઈમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધુ. પાકિસ્તાન લગભગ પોતે આયોજક હોવા છતાં ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું છે. મેચમાં વિરાટ કોહલીએ ધમાલ મચાવી દીધી. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો ખુબ વાયરલ  થઈ રહ્યો છે. 

IND vs PAK: વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજે આપ્યો હતો જીતનો આ મંત્ર! સદી ફટકારી પાકિસ્તાનના ભૂક્કા કાઢી નાખ્યા

ભારતે 23 ઓક્ટોબરના રોજ દુબઈમાં રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવી દીધુ. આ મેચમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ 111 બોલમાં પોતાની સદી પૂરી કરી. ભારતની જીત અને વિરાટની સદીથી દરેક ફેન્સ ખુશખુશાલ છે. થોડા દિવસ પહેલા વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા બે બાળકો સાથે પ્રેમાનંદ મહારાજના વૃંદાવન ખાતે આવેલા આશ્રમમાં ગયા હતા. પ્રેમાનંદ મહારાજ સાથે વાતચીત દરમિયાન તેમણે કોહલીની પ્રશંસા કરતા ખેલને બિરદાવ્યો હતો અને જીતનો એક મંત્ર પણ આપ્યો હતો. 

fallbacks

પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું કે, અમે સાધના કરીને લોકોને પ્રસન્નતા આપીએ છીએ, પ્રસન્નતા જ તો આપે છે અને આ સમગ્ર ભારતને એક રમતમાં પ્રસન્નતા આપે છે. જો તેઓ જીતે તો આપણા સમગ્ર ભારતમાં ફટાકડા ફૂટે છે. સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવે છે. તો શું આ તેમની સાધના નથી? આ પણ તેમની સાધના છે. જો તેઓ વિજય મેળવે તો ભારતનું દરેક બાળક ખુશ થાય, તો આ તેમની સાધના છે. તેઓ પોતાના અભ્યાસમાં રહ્યા અને તેમનું એ જ ભજન છે કે પોતાના અભ્યાસને પુષ્ટ કરે, ભલે તે રમત છે પરંતુ તેમની જીતથી સમગ્ર ભારતને આનંદ મળે છે. 

તેમણે કહ્યું કે અભ્યાસની પુષ્ટતા પર ધ્યાન આપવું જોઈએ. આપણા અભ્યાસમાં ક્યારેય કમી ન હોવી જોઈએ અને વચ્ચે વચ્ચે નામ સ્મરણ કરી લેવું જોઈએ તો તેમના માટે આ જ સાધના છે. પોત પોતાના લક્ષ્યને જો આપણે દ્રઢતાથી નિભાવીએ તો આપણે આપણી જગ્યાએ ઉન્નતિને પ્રાપ્ત થઈશું અને તેઓ પોતાની જગ્યાએ ઉન્નતિને પ્રાપ્ત થશે.  બંને એક જ જગ્યાએ પહોંચશે કારણ કે તેઓ પરમાત્માના આ વિશ્વમાં એ ભાવથી રહી રહ્યા છે. આપણે આ ભાવથી રહીએ છીએ તો સેવા એ પણ છે અને સેવા આ પણ છે. અલગ અલગ સેવાઓ હોય છે તો તેમને ભગવાને ખેલ સેવા આપી, જો આ સેવામાં પ્રવીણતા પૂર્વક આ સંસારને સુખ પહોંચાડી રહ્યા છે અને નામ જપ કરી રહ્યા છે તો તે ભગવાનની સેવા જ કરી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More