Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ઉત્સાહ ચરમસીમા પર છે. ટીમ ઈન્ડિયાની જીતની ગુંજ દુબઈથી લઈને લાહોર સુધી જોવા મળી રહી છે. 20 ફેબ્રુઆરીએ ભલે દુબઈમાં ભારતે મેચ જીતી હોય, પરંતુ પાકિસ્તાનના લાહોરમાં ભારતીય રાષ્ટ્રગીત જોઈને બધા દંગ રહી ગયા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પહેલા સ્ટેડિયમ મેનેજમેન્ટે એવી ભૂલ કરી કે અચાનક ભારતીય રાષ્ટ્રગીત વાગવા લાગ્યું.
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
ભારતનું રાષ્ટ્રગીત વાગતાની સાથે જ મેદાનમાં હલચલ મચી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત જોવા મળ્યા. હવે ચાહકો આ ભૂલ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. જોકે, આ ભૂલ માત્ર એક સેકન્ડ બાદ સુધારી લેવામાં આવી હતી અને ઈંગ્લિશ ટીમનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું.
Today In #ENGvsAUS Game In CT 2025 In Gaddafi Stadium, Lahore, Indian National Anthem[Jana Gana Mana ..] Was Played Instead Of Australian National Anthem.#CT2025#ChampionsTrophy2025#AUSvsENG pic.twitter.com/iVMmqcTbkg
— Rajdeep (@ImRajdeep_) February 22, 2025
ભારત-પાકિસ્તાન મહાજંગની રાહ જોવાઈ રહી છે
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહાજંગની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ભારત સાથે ટક્કર લેવા માટે પાકિસ્તાનની ટીમ દુબઈ પહોંચી ગઈ છે. ભારત સામે પાકિસ્તાનની ટીમ માટે કરો યા મરો જેવી સ્થિતિ હશે. પ્રથમ મેચમાં પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પહેલી જ મેચમાં હરાવ્યું હતું.
ઈંગ્લેન્ડ માટે શાનદાર શરૂઆત
ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે શાનદાર શરૂઆત કરી, બેન ડકેટે ઓસ્ટ્રેલિયન બોલરોને પરેશાન કર્યા. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ઈંગ્લિશ ટીમ ઓસ્ટ્રેલિયા સામે કેટલો સ્કોર કરવામાં સફળ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે