Home> Sports
Advertisement
Prev
Next

IPL auction 2021: સૌરાષ્ટ્રના યુવા બોલરને લાગી લોટરી, રાજસ્થાને મોટી રકમ આપી ખરીદ્યો

આજે હરાજીમાં સૌરાષ્ટ્રના એક યુવા ખેલાડી ચેતન સાકરિયા (Chetan Sakariya) ને લોટરી લાગી છે. તેને રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડ આપીને તેની ટીમમાં સામેલ કર્યો છે. 
 

IPL auction 2021: સૌરાષ્ટ્રના યુવા બોલરને લાગી લોટરી, રાજસ્થાને મોટી રકમ આપી ખરીદ્યો

ચેન્નઈઃ ચેન્નઈમાં આઈપીએલની આગામી સીઝન (IPL 2021) માટે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. આઈપીએલ યુવા ખેલાડીઓ માટેનું શાનદાર મંચ છે. અહીં ખેલાડી પોતાની પ્રતિભાનો પરિચય વિશ્વ સમક્ષ કરી શકે છે. ત્યારે આજે હરાજીમાં સૌરાષ્ટ્રના એક યુવા ખેલાડી ચેતન સાકરિયા (Chetan Sakariya) ને લોટરી લાગી છે. તેને રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડ આપીને તેની ટીમમાં સામેલ કર્યો છે. 

fallbacks

કોણ છે ચેતન સાકરિયા
ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તે ડાબોડી ફાસ્ટ બોલર છે. તે નાના ફોર્મેટમાં દમદાર બોલિંગ કરવા માટે જાણીતો છે. હવે તે સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ સાથે રાજસ્થાનની ટીમમાં રમશે. 

 

આ પણ વાંચોઃ IPL 2021 auction: તૂટી ગયો યુવરાજ સિંહનો રેકોર્ડ, ક્રિસ મોરિસ બન્યો આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

તો બરોડાના ફાસ્ટ બોલર લુકમાન મેરીવાલાને પણ દિલ્હી કેપિટલ્સે તેની બેઝ પ્રાઇઝ 20 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. પહેલા સૌરાષ્ટ્ર માટે રમી ચુકેલા શેલ્ડન જેક્સનને પણ કોલકત્તાએ 20 લાખમાં ખરીદ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More