Home> Sports
Advertisement
Prev
Next

BCCI મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદ પદ છોડતાં પહેલા થયા નિરાશ, વ્યક્ત કર્યો પછતાવો

એમએસકે પ્રસાદે(MSK Prasad) જણાવ્યું કે, "મને લાગે છે કે ત્રણ વર્ષથી ભારતીય ટીમનું ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 રહેવું મને સૌથી વધુ સંતોષ આપે છે. અમે ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં વન ડે શ્રેણી જીતી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવી ચોક્કસપણે સૌથી સારી વાત હતી."

BCCI મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદ પદ છોડતાં પહેલા થયા નિરાશ, વ્યક્ત કર્યો પછતાવો

નવી દિલ્હીઃ બીસીસીઆઈ(BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ(Saurav Ganguli) વાર્ષિક સામાન્ય બેઠકમાં જણાવ્યું હતું કે, એમએસકે પ્રસાદની(MSK Prasad) અધ્યક્ષતા ધરાવતી સીનિયર પસંદગી સમિતિનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હવે ભવિષ્યમાં નવી પસંદગી સમિતિ ચૂંટવામાં આવશે. એમએસકે પ્રસાદે(MSK Prasad) આ બાબતે હવે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે, પસંદગી સમિતિના ચેરમેનકાળ દરમિયાન ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ જીતી શકી નહીં તેનો હંમેશાં પછતાવો રહેશે. 

fallbacks

એમએસકે પ્રસાદે(MSK Prasad) જણાવ્યું કે, "મને લાગે છે કે ત્રણ વર્ષથી ભારતીય ટીમનું ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 રહેવું મને સૌથી વધુ સંતોષ આપે છે. અમે ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં વન ડે શ્રેણી જીતી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવી ચોક્કસપણે સૌથી સારી વાત હતી."

IND vs WI : વેસ્ટ ઈન્ડીઝ સાથે પ્રથમ ટી20 આવતીકાલે, ક્લીન સ્વીપની હેટ્રીક બનાવા ઉતરશે ટીમ ઈન્ડિયા

ઉલ્લેખનીય છે કે, એમએસકે પ્રસાદ અને ગગન ખોડા 2015માં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકર્તા તરીકે નિમણૂક કરાયા હતા. જતિન પરાંજપે, સંદીપ સિંહ અને દેવાંગ ગાંધી 2016માં તેમની સાથે જોડાયા હતા. 

એમએસકે પ્રસાદે ઈન્ડિયા ટૂડેને જણાવ્યું કે, "વિદેશમાં મળેલા પરાજયનો મને ખુબ જ અફસોસ રહેશે. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જે કંઈ થયું, હું તેનું વિપરીત પરિણામ ઈચ્છતો હતો. અમારી ટીમમાં બધું જ હતું, જે રીતે ટીમે જે રીતે પ્રદર્શન કર્યું તેને જોતાં આપણી ટીમ વિદેશમાં વિજય મેળવવાને હકદાર હતી."

એમએસકે પ્રસાદે આગળ જણાવ્યું કે, મુખ્ય પસંદગીકર્તા તરીકે તેમણે ક્યારેય દબાણનો અનુભવ્યો નથી. તેમણે જણાવ્યું કે, 'મેં ક્યારેય દબાવ અનુભવ્યો નતી. જો તમારી વિચારધારા સ્પષ્ટ નથી તો તમે માત્ર અસરજ અનુભવશો. અમે ખુબ જ સ્પષ્ટ હતા, ખાસ કરીને ખેલાડીઓી પસંદગી કરતા સમયે.'

લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More