Home> Sports
Advertisement
Prev
Next

Pakistan: આ ક્રિકેટ સ્ટેડિયમમાં ઉગાડવામાં આવી રહ્યા છે મરચાં અને કોળાં, ભડક્યો શોએબ અખ્તર

આંતરરાષ્ટ્રીય ટીમો ન આવતાં પાકિસ્તાનના સ્ટેડિયમની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જે સ્ટેડિયમમાં બેટ અને બોલથી મેચ  થવાની હતી. ત્યાં હવે શાકભાજી ઉગાડવામાં આવી રહી છે.

Pakistan: આ ક્રિકેટ સ્ટેડિયમમાં ઉગાડવામાં આવી રહ્યા છે મરચાં અને કોળાં, ભડક્યો શોએબ અખ્તર

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં હાલના વર્ષોમાં ક્રિકેટનું સ્તર કથળી ગયું છે. વિદેશી ટીમો આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાનનો પ્રવાસ કરવાથી દૂર રહે છે. તે ઉપરાંત પાકિસ્તાન સુપર લીગનું આયોજન પણ યૂએઈમાં થાય છે. આંતરરાષ્ટ્રીય ટીમો ન આવતાં પાકિસ્તાનના સ્ટેડિયમની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જે સ્ટેડિયમમાં બેટ અને બોલથી મેચ  થવાની હતી. ત્યાં હવે શાકભાજી ઉગાડવામાં આવી રહી છે.

fallbacks

કોણે કર્યો ખુલાસો:
પાકિસ્તાનના ARY Newsએ ખુલાસો કર્યો છે કે પંજાબ પ્રાંતમાં આવેલ ખાનેવાલ સ્ટેડિયમ ખેતરમાં ફેરવાઈ ચૂક્યું છે. અહીંયા શાકભાજી ઉગાડવામાં આવી રહી છે. આ સ્ટેડિયમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ સ્ટેડિયમમાં લીલા મરચાં, કોળાં અને અન્ય શાકભાજી ઉગાડવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્ટેડિયમના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સ્ટેડિયમને બનાવવાનું લક્ષ્ય દેશ માટે સારા ક્રિકેટર તૈયાર કરવાનું હતું. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ આ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ એરિયા, પેવેલિયન સહિત અનેક સુવિધાઓ હતી.
fallbacks
સ્ટેડિયમ બનાવવાનો શું હતો ઉદ્દેશ્ય:
આ સ્ટેડિયમને પંજાબ પ્રાંતમાં ઘરેલુ મેચનું આયોજન કરવાનો હતો. સ્ટેડિયમની દુર્દશા પર પાકિસ્તાનના પૂર્વ  ઝડપી બોલર શોએબ અખ્તરે પણ નિરાશા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે આ દ્રશ્યો જોઈને મને બહુ દુખ થઈ રહ્યું છે.

કેમ સ્ટેડિયમની આ દશા થઈ:
2009માં શ્રીલંકાની ટીમની બસ પર આતંકવાદીઓના એક સમૂહે હુમલો કર્યો હતો. જેના પછી પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ઠપ્પ થઈ ગઈ હતી. આગામી મહિને સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે. તેના પછી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો પાકિસ્તાન જશે.

પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ હવે સકારાત્મક સમાચાર જ સાંભળવા માગશે. કેમ કે 11 વર્ષના સમયગાળા પછી આ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે તૈયાર છે. અને આશા છે કે પાકિસ્તાનમાં ફરીથી ક્રિકેટ પાટા પર આવશે અને કરોડોના ખર્ચે બનેલ આ સ્ટેડિયમની સ્થિતિ પણ સુધરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More